કાળું નાણું અજગરી ભરડો : દેશનો એક ચેપી રોગ

0
133
issue of black money today to review tax evasion and money laundering cases

(પ્રિતી ધોળકીયા-મુંદ્રા,કચ્છ) prit.bhavik@gmail.com

એવું કહી શકાય અને એમ કહેવું તાર્કિદ પણ છે કે રાજકીય પક્ષો બેફામ ભંડોળ ઉધરાવે છે એ ઘણા અફસરો બેફામ લાંચ માંગે છે. તેને સરભર કરવા માટે લોકોએ ભ્રષ્ટાચાર આદરવો પડે છે. અલબત, ર્તાકિક હયો એ બધું નૈતિક હોવું જરૂરી નથી. માટે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંની સમસ્યાના મામલે લોકો પોતાની જવાબદારીમાંથી છટકી શકે એમ નથી આવા લોકોના વર્ગની સંખ્યા નાની હોય. પણ અર્થતંત્ર માટે તે મોટી હોય છે. આ વર્ગ દ્વારા ઘણીવાર એવી દલીલ પણ કરવામાં આવે છે કે સરકારને કરવેરા આપીને શો ફાયદો ? એ કયા આપણા ફાયદા માટે વાપરે છે ? એ બધા તો ભ્રષ્ટાચાર કરે છે. કરવા ખાતર તો આ દલીલ કરી શકાય ને વજનદાર રીતે રજૂ કરવાથી ચાલી પણ જાય છતાં, તેમાંથી નીકળતો સાર એવો છે કે નેતાઓ અફસરો, ભ્રષ્ટાચાર કરે, એના કરતાં આપણે શું ખોટા ? આપણે જ ભ્રષ્ટાચાર કેમ ન કરવો ? આ સ્થિતિ દેશના નાગરિક તરીકેનું ગૌરવ ધરાવતા લોકોને શોભે કે નહીં, એ વિચારવાનું છે. અત્યાર સુધી વિદેશમાં ખડકાયેલા કાળા નાણાંના આંબાઆંબલી બતાવતી સરકારે ઘરઆંગણે કાળા નાણાં પર તવાઇ મચાવી ને આ મુદ્દે ગંભીરતા દર્શાવી છે. ટેકનોલોજીની મદદ અને સરકારની ચૂસ્તી સાથે નાગરિકોની પ્રામાણિકતા ભળે તો કાળાં નાણાંની સમસ્યાના ઉકેલની પ્રક્રિયાને નકકર આધાર પ્રાપ્ત થાય એવી સદભાવના કરીએ.
જયારથી રૂપિયા પાંચસો અને એક હજારની નોટો ચલણમાંથી રદ થવાના નિર્ણયના પગલે હો હા થઇ છે. કાળા નાણાંનુ જોર ધરાવતા ધંધાદારીઓથી માંડીને આ નોટો ધરાવતા મધ્યમ વર્ગના લોકએ બેન્કો, એટીએમ અને પેટ્રોલ પંપ, રેલ્વે સ્ટેશનમાં લાઇન લગાડી છે. પ્રક્રિયામાં સ્વભાવિક રીતે જ નિર્દોષ હોય તેવા લોકોને હાડમારી વેઠવાની આવે. પોતાના મહેનતનીી કમાણીના રૂપિયા રાતોરાત કાળા ધનની સમકક્ષ થઇ જાય અને તેને ધોળા કરાવવા માટે અમાનવીય લાઇનોમાં ઊભા રહેવું પડે, ધક્ખા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે. એ જરાય ઇચ્છનીય સ્થિતિ નથી.
હોસ્પિટલ જેવી સેવાઓમાં સામાન્ય કરતાં થોડિક જ મોટી રકમનું ચૂકવણું કરવાનું હોય, ત્યારે પાંચસોની નોટો બીજા લોકો લે નહીં અને બેંક ના ખાતામાં આવી નોટો ભરી શકાય નહીં. લોકોને પડતી હાડમીરીનાં આવા અનેક દ્રશ્યો અને કિસ્સા આ દિવસોમાં જોવા સાંભળવા મળે છે.
આવી સૌ કોઇ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને અને તેમને પડેલી મુશ્કેલી વિશે અફસોસ વ્યકત કર્યા પછી પણ, સરકારના આ પગલાને વાજબી છે કે કેમ ? તેનાથી કાળું નાણું ધરાવતા લોકો દોડતા થઇ ગયા છે. અને તેમની પાસે દોડીને જવાના ઠેકાણાં ખાસ રહ્યા નથી. કેમ કે, સરકારે બધી બાજુથી દરવાજા બંધ કરી દીધા છે. દોષિતોને દંડવા જતાં એક પણ નિર્દોષ દંડાઇ ન જાય એ જોવાનુંસિધ્ધાંતમાં લખ્યું છે. પરંતુ આ બાબતમાં એ સિધ્ધાંતને લાગુ પાડી શકાય કે કેમ, એ સવાલ રહે છે ? કેમ કે, આ એવી કડવી દવા હતી, જેના બીજી કોઇ રીતે પીવડાવી શકાય તેમ ન હતી. કાળાં નાણા અને કરચોરી ભારતમાં એટલા વ્યાપક છે કે એ બાબતે સરકારને દોષ દેવાનો થતો જ નથી .
(- પ્રિતી ધોળકિયા-મુંદ્રા,કચ્છ)

NO COMMENTS