ઇટલી માં ભૂકંપ : 120 મોત

0
59

ઇટલી માં મધ્યવર્તી વિસ્તાર માં ઘણા શહેરોમાં ગઇકાલે એક શકિતશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં 120 થી વધુ લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થાય છે. ઘણા લોકો ભૂકંપમાં દબાઇને હજુ લાપતા છે. ભૂકંપના કારણે હજારો લોકો બેઘર થઇ ગયા છે. 6.0 રિકટર સ્કેલ નો આવેલ ભૂકંપ કેન્દ્ર બિંદુ અંબ્રિયા, નોર્શિયા માં હતું. 2009 પછી આ વિસ્તારમાં સૌથી મોટો ભૂકંપ નોંધાણો છે. તે સમયે 6.3 ની તીવ્રતા વાળો ભૂકંપ માં 300 લોકો ના મોત થયા હતા. પ્રધાનમંત્રી માતેઓ રેંજી ફ્રાંસનો પ્રવાસ રદ કર્યો હતો.
ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઇટલી માં ભૂકંપ થી થયેલા મોત ઉપર સંવેદના જતાવી હતી. ભૂકંપમાં કોઇ હાલ સુધીમાં ભારતીય ના મોત ના સમાચાર પ્રાપ્ત નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS