કાશ્મીર : આતંકીયો દ્વારા જે એન્ડ કે બેંકમાં લૂંટ

0
43
jammu terrorist-looted-branch of jammu-and-kashmir-bank
jammu terrorist-looted-branch of jammu-and-kashmir-bank

દક્ષિણ કાશ્મીર ના પુલવાવમાં આતંકિયો દ્વારા જેકે બેંકની શાખા માંથી 9.84 લાખની લૂંટ કરી હતી જેમાં 16 હજારની જૂની નોટ પણ સામેલ છે.
લૂંટ કર્યા બાદ મોકા ઉપર પહોંચેલી પોલીસ ટીમ ઉપર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. પરંતુ પોલીસે સંયમ જાળવ્યો હતો. જેથી કોઇ પ્રકારની હિંસાન ભડકે હાલમાં એફઆરઆઇ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સેના ની રાષ્ટ્રીય રાયફલ્સ દ્વારા ફરાર આતંકીયોની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી કોઇ હાથ લાગ્યું નથી. નોટબંધી બાદ કાશ્મીર ઘાટીમાં આ બેંક લૂંટની ત્રીજી ઘટના બનવા પામી છે. ઉલ્લેખનિય છે કે, બપોરે 1.15 કલાકે ચાર આતંકીયો રતનીપોર ગામમાં જમ્મુ કાશ્મીર બેંકની શાખામાં ઘૂસ્યા હતા. આતંકીયોએ હથિયારો દેખાડી લૂંટને અંજામ આપ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS