નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી…

0
344

(તસવીર:હિરેન અનડકટ )
રાજકોટ : રાજકોટના જાણે જન્માષ્ટમી પહેલાના દિવસે કૃષ્ણમય બન્યું છે તે રીતે શહેરના દરેક મુખ્ય ચોકમાં વિવિધ ફલોટસ બનાવી કૃષ્ણ ભગવાનની જુદી જુદી ઝાંખીઓના દર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આઠમ ના દિવસે મટકીફોડ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે ત્યારે શહેરના ઇંદિરા ચોક, સાધુવાસવાણી ચોક, ડિલકસ ચોક, રામનાથ પરા, 150 ફૂટ રીંગ રોડ, લક્ષ્મીનગર, આમ્રપાલી ફાટક, એસ્ટ્રોન ચોક, જેવા વિસ્તારોમાં વિવિધ આકર્ષક ફલોટસ બનાવવામાં આવ્યા છે. સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની કૃષ્ણજન્મ ને વધાવવા માટે રાજકોટ શહેર સજજ થઇ ગયું છે. ઝાંખી દરમિયાન દરરોજ રાત્રીના વિવિધ કાર્યક્રમોની વણઝારો જોવા મળી રહી છે. શહેર જાણે કેશરીયું બની ગયું છે. ઠેર ઠેર કેસરીયા ધજા પતાકા દ્વારા શહેરને શુસોભિથ કરાયું છે.

NO COMMENTS