જનોઇ ધારણ કરવાના ફાયદા

0
1296

આપણે જોયું હશે કે ઘણા લોકો જનોઇ ધારણ કરી હોય છે. આ ત્રણ દોરા વાળી જનોઇ એક થઇ જાય છે. જે જનોઇ બાળકને 10 થી 12 વર્ષનું થાય ત્યારે પહેરાવવામાં આવે છે. જનોઇ પહેરનાર વ્યકિત હર હંમેશ નિયમોથી બંધાઇ જાય છે. તે વ્યકિત મળ મૂત્ર કરતા સમયે જનોઇ કાન ઉપર લગાડે છે. પરંતુ જનોઇ કોઇ દિવસ શરીર ઉપરથી કાઢી શકાતી નથી. પરંતુ આજના સમયમાં બાળકો ને અને મોટી વ્યકિતઓને પણ જનોઇ ધારણ કરવી પસંદ પડતી નથી. ખાસ કરીને યંગ જનરેશન તો જનોઇ પહેરવાના વિરોધી હોય છે. એવું લાગે છે કે : તેમને જનોઇ ફેશનમાં અવરોધ કરે છે. પરંતુ જનોઇ પહેરવાના ફાયદા તેમને માલુમ નથી હોતા..!
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જનોઇ પહેરવી સૌથી વધુ ફાયદામંદ છે. તે ખાલી ધર્મની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિએ પણ લાભકર્તા છે.
ચિકિત્સકોના મતે : જનોઇ હદય પાસેથી પસાર થતી હોવાથી હદયરોગ ની સંભાવના ઓછી રહે છે. કારણ કે તેનાથી રકતસંચાર નું સંતુલીત જળવાય છે. ઉપરાંત અન્ય ફાયદાઓ પણ જનોઇ પહેરવાથી થતા હોય છે.
જનોઇ પહેરવાથી શું ફાયદા થાય છે ?
– જનોઇ પહેરવાથી બિમારીયાં અને રોગોથી રક્ષણ મળે છે. જનોઇ ધારણ કરનાર વ્યકિતએ સાફ સફાઇનું ધ્યાન રાખવું પડે છે. માણસ જયારે મળમુત્ર જાય ત્યારે કાન ઉપર જનોઇ ચડાવવી પડે છે બાદમાં હાથ પગ ધોઇ જનોઇ ઉતારી શકાય છે. જેનાથી દાંત, મોઢું,પેટ, કૃમિ, જેવા રોગોથી બચાવે છે.
– રક્ત નું પરિભ્રમણ સારી રીતે થાય છે : જનોઇ હંમેશા હદય પાસેથી પસાર થતી હોવાથી શરીરમાં લોહીનું પ્રમાણ નિયંત્રીત કરે છે. જેનાથી હદય રોગનું પ્રમાણ ઘટે છે.
– કાન ઉપર બાંધવાથી માણસોની સ્મણર શકિત વધે છે. ઉપરાંત કાનની નશો દબાઇ છે જેનાથી કબજીયાત નો પ્રોબ્લેમ રહેતો નથી.
– ખરાબ કામોથી બચાવે : જનોઇ થી હંમેશા પવિત્રતા નો અહેસાસ થાય છે. તે મનને ખરાબ વિચારોથી બચાવે છે. ખંભા ઉપર જનોઇ થી જ માત્ર મનુષ્ય ખરાબ કામો, કર્મો થી દૂર રહે છે.
– શુક્રાણી ની રક્ષા થાય છે : કાને જનોઇ ચડાવવાથી નસો દબાઇ છે અને તેનો સીધો સંબંધ અંડકોષ અને ગુપ્તેન્દ્રિયો સાથે રહેલો છે જેનાથી શુક્રાણુનું રક્ષણ થાય છે.
– જનોઇ ધારણ કરી ગાયત્રી મંત્રના જાપ કરવાથી કોઇ જાતના નકારાત્મક ભાવ તેમજ ખોટી નજર, વિધ્ન નથી આવતા.
– જનોઇ તુટી જાય ત્યારે તેને તુલસી કયારે પધરાવી, નવી જનોઇ ગાયત્રી મંત્ર અને સૂર્યદેવની સાક્ષીએ ધારણ કરવી જોઇએ.

NO COMMENTS