જેસલ જાડેજા અને સતી તોરલ

0
430
  • ( ભૂપતરાય ઠાકર (ઉપાસક)- ધાંગધ્રા)

સવંત 1231 માં ભૂજની ગાદીએ જામ રતોરાયઘણજી થયા તેના જામ દેવાજી સવંત 1266 માં ગાદી પર આવ્યા. જામ દેવોજીના જેસલજી થયા. જેસલજી ફટાયા કુંવર હોવાથી પાંચ ગામ મળ્યા.
જેસલજી પરાક્રમી હોવાથી તેના વંશના જેસલજી શાખથી ઓળખાવા લાગ્યા. આ વંશમાં કાવોજી થયા. કાવોજીને તેને બે પુત્ર હતા. મોટા નારણજી અને નાનો કુંવર ચાંદોજી. આ ચાંદોજી એજ જેસલ જાડેજા. ચાંદોજી બળવાન છતાં ઉધ્ધત, સ્વછંદી, ચંચળ અને ક્રૂર સ્વભાવના હતા. પિતાનો પ્રિય પુત્ર હોવાતી કોઇનો ભય હતો નહીં. ચાંદાને સુધરવાનો કોઇ અવકાશ હતો નહીં.
ચાંદોજી જેમ જેમ મોટા થતાં ગયાં તેમ તેમ કુકર્મ તરફ ઘસતો ગયો. સંપતિ, શકિત, સ્વતંત્રતા, આ અવગુણોમાં પરિણમા. સંગતદોષ વધ્યો, શિકાર કરવો, લૂંટ કરવી, ત્રાસ વર્તાવવો એ બધું નિત્યક્રમ બની ગયું ! જેસલથી બધા કંટાળ્ય હતા. છેવટે મોટાભાઇ નારણજીએ ભાદલી ગામ આપ્યું. જેસલને ગમ્યુ. બસ ! પછી તો વધારે સ્વછંદી બની ગયો.
જેસલ કોઇ ચીજ દેખે તો, નજર ચૂકવી, ચોરી કરવામાં માહેર હતો. શિકાર કરી, નીરપરાધી પ્રાણીઓને વધ કરતો. દિલમાં દયાનો છાંટો ન હતો. તેને જે પ્રિય હોય તે પ્રાપ્ત કરીને જંપ લેતો, જેસલ મોટામાં મોટો લૂંટારો એવા જગ જાહેર થઇ ગયું ! દિવસે શિકાર રાત્રે ચોરી કરતો. મોરનોય શિકાર કરતો.
એક દિવસ મિત્રો સાથે બેસી જેસલ બડાઇ હાંકતો હતો. પોતના ગર્વ,ગુમાન, અહં છલકાવતો હતો. એક મિત્રે તેને પડકાર કર્યો ખરો ચોર હોય તો તોરલ ઘોડીને તલવાર લઇ આવે તો ખરો ચોર ગણાય. આ બન્ને સાસટિયા ને ઘેર છે.
જેસલ આવેશમાં આવી પ્રતિજ્ઞા લીધી. ભટકતો ભટકોત સૌરાષ્ટ્ર તરફ ગિરનાર તરફ એક જોગી પાસે પહોંચ્યો.
યોગીની તેજસ્વી વાણીની જેસલના મન પર ઊંડી અસર કરી. પહેલીવાર યોગી સામે માથું નમ્યુ. પોતાના દુષ્કમોનું ભાન થયું. પારસના સ્પર્શથી લોખંડ સોનું બન્યું.
હા, છતાં પોતે જે કામ માટે આવ્યો છે તે કામ તો કરવું જ એમ નિશ્ર્ચય કર્યો. આ મોટી ચોરી કર્યા પછી દુષ્ટકર્મો ન કરવાનો
નિર્ણય કરો. પહોર રાત્રિ પસાર થઇ અને જેસલ સાસટિયાને ઘેર આવ્યો. સાસટિયા ને ઘેર ભજનની રમઝટ બોલતી હતી. પાટોત્સવ હતો. બધા, ભજન કરી છુટ્ટા પડે ઊંઘી જાય પછી ઘોડીની ચોરી કરવી એમ વિચાર ગમાણમાં સંતાયો. બધું શાંત થઇ ગયું.
ગમાણમાં અજાણ્યા માણસને જોતા, ઘોડીએ તોફાન કર્યુ. એક માણસ ઘોડીની સંભાળ માટે આવ્યો. અંઘારુંઘોર હતું. જેસલનો હાથ ખીલા પાસે હતો. માણસે હાથ ઉપર ખીલો મારી ઘોડીને બાંધી દીધી. જેસલને અનહદ પીડા થવા લાગી. હાથ પરથી ખીલો નીકળ્યો નહીં. પકડાઇ જવાનો ભય લાગ્યો. કઠોર હદય કોમળ બન્યું. મારા પાપનો ઘડો ભરાય ગયો.એમ વિચારવા લાગ્યો.
પાટોત્સવ પછી સૌને પ્રસાદ મળ્યો. એક ભાગ પ્રસાદ વધ્યો કોઇ માણસ નથી છતાં પ્રસાદ વધ્યો ? જો કોઇ હશે તો એ આપણી ગતગંગામાં ભળે તેવો ખાલાનો જીવ હોવો જોઇએ. સાસટીયો વિચારવા લાગ્યો.
ખીમડીયા કોટવાળે શોધખોળ કરી. સાસટિયાએ નમ્રભાવે વિનંતી કરી. જે જોઇએ તે આપવાની તૈયારી બતાવી. હું અહીં છું… અવાજ ગમાણમાંથી આવ્યો. હું અહીં ઘોડી પાસે છું. મારા હાથમાં ખીલો પેસી ગયો છે.
સાસટિયે પૂછટું : ભાઇ, તું કોણ છે ? કયાંથી આવે છે ?
કચ્છમાં, ભાદલી ગામમાં રહું છું. જાડેજા રજપૂત છું, તોરલ ઘોડી અને તલવારની ચોરી કરવા આવ્યો છું. ચોર છું.
ખીલો વાગ્યાની વિગત જણી.
બાપ, તેં ઘણી હિંમત કરી. કચ્છથી સોરઠ આવ્યો. તારા ભાગ્ય ખુલતાં જણાય છે.
સાસટિયો જેસલને તેડી તોરલ (નાર) પાસે આવ્યો. તોરલે પ્રસાદ આપવા હાથ લંબાવ્યો. બન્નેની દ્રષ્ટિ મળી. હાથમાં કાણું પડયું હતું તે સાવ સારું થઇ ગયું.
આ તલવાર, આ ઘોડી અને આ તોરલ લેતો જાઓ..
અરે..! હું તો તોરલ ઘોડી અને આ તોરલ લેતા જાઓ..
અરે.. હું તો તોરલ ઘોડી સમજીને આવ્યો છું. સ્ત્રી લેવા નહીં.. કુવારી છે તોરલ, મારે ત્યાં મોટી થઇ છે. લઈ જવામાં વાંધો નથી.
આખરે સ્વરૂપવાન તોરલ મળવાથી હર્ષ થયો. સાસટિયાના સત્સંગથી સેતાન સંત થવા લાગ્યો. પાપનો પસ્તાવો થયો. આત્મજ્ઞાન થયું.
તોરલે ગાયું :
જાડેજા રે..તમે સરોવર અમે પાળ
એક રે આરમાં બેના ઝીલણા
જાડેજા રે.. તમે રે શંયોને અમે કળ
એક કયારામાં બન્ને રોપિયા,
જાડેજા, તમે હીરો ને પીમે વાલ્ય,
એક રે દોરામાં આપણે પરોવિયા..
રજા લઇ, જેસલ તોરલ ચાલતા ચાલતા જૂનાગઢ આવ્યા. તોરલે, સત્સંગથી જેસલના જીવનમાં ઇશ્ર્વર પર આસ્થા થઇ. ઇશ્ર્વરની શકિતના એક બે ઉદાહરણ મળ્યા.જેસલ તોરલ એકરાત જૂનાગઢમાં રોકાયા. સવારે રસ્તે ચાલતા કચ્છ સૌરાષ્ટ્ર વચ્ચે આવતા જળપ્રવાહ ઓળંગવાનો હતો. ઘોડી સાથે જેસલ તોરલ નાવ હોડીમાં બેઠા. અડઘે રસ્તે, પવન ફૂંકાયો તોફાન ચઢી આવ્યું હોડી હિલોળે ચઢી, ડામાડોળ થવા લાગી. ડૂબવાની સ્થિતિનું સર્જન થયું જેસલ ગભરાયો. આપતિમાંથી ઉગરવું અઘરું થઇ ગયું. તોરલ આપણે તો ચાલ્યા પાણીમાં, હવે જીવવાનો કોઇ ઉપાય હોય તો બતાવ. તારાથી જુદું પડવું ગમતું નથી. તોરલ, મોતથી ડરવાનું નહીં અને ઇશ્ર્વર પર શ્રધ્ધા રાખવાનું આ જીવલેણ વાવાઝોડામાં ઇશ્ર્વર જ બચાવશે એમ તોરલ કહે છે : જીવનની ઇચ્છા હોય તો પાપનો પોકાર કરો, પાપનું પ્રાયશ્ર્ચિત વિચારો, પાપનો પસ્તાવો કરો.. ા એક ઉપાય છે. જેસલ પોતાના કરેલાં પાપો સાંભરે છે. ગણ્યા ગણાય નહીં એટલો પાપો ગણાવે છે.
જેસપલે પાપનો પોકાર કર્યો. ઇશ્ર્વરે મદદ કરી, પવન પડી ગયો, જળ સ્થિર થયા અને નાવ સામે કાંઠે પહોંચી, ઘોડી, તોરલ અને જેસલ કાંઠે ઉતર્યા. ગોષ્ઠિ કરતાં કરતાં ભાદલી ગામે પહોંચ્યા. તોરલે જ્ઞાન માર્ગ બતાવ્યો. સંસારની નિરર્થકતા સમજાવી.
હવે મારી સાંસારિક કોઇ જ ઇચ્છા નથી ઇશ્ર્વર ઓળખાણ કરવી છે.. જેસલે કહ્યું :
તોરલની સલાહ પ્રમાણે જેસલે બધે સ્થળે વાયક મોકલી સંતોને ભકતોને બોલતો. જેસલને કંઠી બંધાવામાં આવી. જેસલ ભકત તરીકે પ્રસિધ્ધ થયા. ભાદલી ગામ છોડી અંજાર ગામે આવી વસ્યા.
એક વખતે ઢેલડી મોરબી ગામેથી વાયક આવ્યું. બન્ને ખુબ રાજી થયા. સંતોના દર્શન થશે ની ભાવના મનમાં હતી.
તોરલના ગર્ભમાં બાળક હતું. વાયક બે જણાને આપ્યું હતું. તોરલે કટારીથી કૂખ ચીરી બાળકને બહાર કાઢયું. આંબે ડાળે હિંચકો કરી સૂવડાવ્યું. વાંદરીએ તોરલને મેણા માર્યા. મૂર્છા ખાઇ પડી ગઇ.
ઢેલડીમાં બધા રાહ જુએ. તોરલને ખભા પર ઉપાડીને ગત ગંગાને રામ રામ કરી, તોરલને ખભેથી ઉતારી. આખરે તોરલની મૂર્છા વળી.
જેસલ તોરલ પોતાના દેશ તરફ જવા નીકળ્યાં અંજાર પહોંચ્યા. એક દિવસ જેસલ પ્રસંગે ભાદલી ગયો. ઘેર સાધુઓ આવ્યા. ઘરમાં સાધુઓને જમાડવાનું અન્ન હતું નહીં. સુધીર નામના વાણિયાની દુકાનમાં જઇ તોરલે અનાજ માંગ્યું. સુધીર તોરલના રૂપમાં મોહી ગયો રાત્રે હવેલીએ આવો તો આજ અનાજ આપું. તોરલે ભગવાન પર ભરોસો રાખી હા કહી.
સુધીરે અનાજ કરીયાણું આપ્યા. તોરલે સાધુઓને જમાડાયા. સાંજે જેસલ આવ્યા. તોરલે સઘળી વાત કહી.
ઝરમર વરસાદ વરસતો હતો. જેસલ તોરલને ખભે તેડી, સુધીરની હવેલી સુધી લઇ ગયો. પોતે નીચે બેઠો. તોરલના પગ કાદવવાળા હતા નહીં. સુધીરે પૂછયું. વરસાદમાં આવ્યા તો પણ પગ ગંદા કેમ ન થયા ? મને ખભા પર બેસાડી જેસલ અહીં લાગ્યા છે, નીચે બેઠા છે..
સુધીર ધ્રુજી ગયો. તોરલને પ્રણામ કર્યા. જેસલજીને ઉપર બોલાવ્યા. સુધીરે પાપકર્મના વિચારનો ઊંડો આઘાત અનુભવ્યો. જેસલે સુધીરને કંઠી બાંધી. પોતાની મિલ્કત સંતોના ચરણમાં અર્પણ કરી. થોડા દિવસ રૂપાદે માલદેના ઘેર મેવાસામાં રહી, રામાદેવ પીરને મળવાની ઇચ્છાથી રણુજા આવ્યા. ફરી અંજાર આવ્યા.
સૌરાષ્ટ્રના ધામોની યાત્રા કરી આખા સૌરાષ્ટ્રમાં યાત્રા કરી તેથી જેસલની તબિયત લથડી મેવાડમાંથી વાયક આવ્યું. તમે તોરલદે જાઓ..તમારા વિના હું ઘડી પણ ન રહી શકું.. ગયા વિના ચાલે નહીં, વાયકનું અપમાન થાય નહીં. તોરલ મેવાડ જવા તૈયારથયા. બન્ને દુ:ખી હૈયે જુદા પડયા તોરલ અંતે મોડા મોડા મેવાસ પહોંચ્યા.
માલદેએ પૂછયું એકલા કેમ ? જેસલજીએ સ્વર્ગગમન તો નથી કર્યું ને ? આ જયોત જુઓ.. ઝાંખી થઇ રહી છે..
તોરલને ય આ વાત સાચી લાગી પાટના દર્શન કરી, રજા માંગી પાછા ફર્યા. જેમ અંજાર નજીક આવ્યં. ગોવાળિયાએ સમાચાર આપ્યા. જેસલજીએ સમાધિ લીધી. આજે ત્રીજો દિવસ છે.
ખુબ વિલાપ કરવા લાગ્યા તોરલ દે..!
હાથમાં એકતારો લઇ જેસલજીને સંબોધી આરાધ-આલાપ કરવા લાગ્યા. આખરે તોરલ દે.. માટે જેસલજીની નજીક સમાધિ તૈયાર થઇ. ત્રીજા દિવસે સુધીરે સમાધિ લીધી. આમ ત્રણ સમાધિ બની..

  • ભૂપતરાય ઠાકર (ઉપાસક)
    બહુચરાશિષ, 8- રઘુવીરનગર,
    ધાંગધ્રા, મો. 99255 66298

NO COMMENTS