જયલલિતા બિમાર હોવાના સમાચાર સાંભળી કાર્યકર્તાની આત્મહત્યા

0
66

તમિલનાડુ ના મુખ્યમંત્રી જયલલિતા ના લાંબા સમય થી બીમાર હોવાથી દુ:ખી અન્નાદ્રમુક ના એક કાર્યકર્તા એ આત્મહત્યા કરી લીધી છે. જયારે દ્રમુક અધ્યક્ષ અને તમિલનાડુ ના પૂર્વ સી.એમ. કરુણાનિધિ ના પત્ની રજતી અમ્માલ જયલલિતાને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ત્યાં જયા ના નજીકના સહયોગી શશિકલા સાથે મુલાકાત કરી સી.એમ. ની સ્વાસ્થ્ય ની જાણકારી મેળવી હતી. સુત્રોના જણાવ્યાનુસાર ત્રિપુર જિલલાના રહેવાશી 70 વર્ષીય વેલયપ્પન 22 સપ્ટેમ્બરે જયલલિતા ને હોસ્પિટલમાં ભર્તી થયા બાદ ઘણા દુ:ખી હતા. તે ત્રિપુર માં અન્નાદ્રમુક ના પૂર્વ શહેર સચિવ હતા. તેમણે સમાચારપત્રોમાં જયા ના સ્વાસ્થ્ય વિષે છપાયેલ સમાચાર વાંચી વ્યથિત થઇ ગયા હતા. શોલાયૂર સ્થિત તેમણે તેમના ઘરમાં ઝહેર ખાઇ આ વાતે આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલ જયાં તેમનું મૃત્યુ થયું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS