જયલલિતા નો ફોટો ટેબલ પર રાખી કેબીનેટ બેઠક મળી

0
75

તમિલનાડુ કેબિનેટ ની બુધવારે મળેલ બેઠક માં જે. જયલલિતા હાજર ન હતા. ત્રણ અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી ને હોસ્પિટલમાં ભર્તી કરાયા પછી પહેલી કેબિનેટ ની બેઠક મળી હતી. પરંતુ જયલલિતા નો ફોટો ટેબલ ઉપર રખાયો હતો. જયલલિતા નું કાર્યબોજ સંભાળનાર પન્નીરસેલ્વમ બેઠકની અધ્યક્ષતા સંભાળી હતી. તે પોતાની સામે જયલલિતાનો ફોટો રાખી બેઠા હતા ! પન્નીરસેલ્વમે મુખ્યમંત્રીની ખુરશી પણ નહોતી લીધી તેના પર બેઠા પણ નહીં. બેઠક દરમિયાન ખુરશી ખાલી રખાઇ હતી. આ પહેલા 65 વર્ષના પન્નીરસેલ્મ ભ્રષ્ટાચાર મામલે જયલલિતાના જેલ જવા બાદ સતા સંભાળી ચૂકયા છે. ત્યારે પણ તેમણે આઠ મહિના સુધી જયલલિતાની ઓફિસ અને વિધાનસભા માં સી.એમ. ની ખુરશી ઉપર બેસવા માટે ના પાડી દીધી હતી. જયલલીતા ને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે મંત્રીમંડળો મૂલાકાત દરમિયાન પન્નીરસેલ્લવમ ને કાર્યબોજ સોંપાયો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS