જલારામ બાપાના વંશજ જયસુખરામબાપા નો દેહવિલય

0
82

સેવા ના ભેખધારી જલારામ બાપાના પ્રપૌત્ર જયસુખરામ બાપાનો ગઇકાલે શનિવારે સાંજે રાજકોટ ખાતે દેહવિલય થયો છે. તેઓ જલારામ બાપાના પુત્ર હરિરામબાપાના પુત્ર ગોરધરબાપાના તેઓ પુત્ર હતા. હાલના ગાદીપતી રઘુરામબાપાના તેઓ પિતા થતા હતા. તેમના અચાકન સમાચાર મળતા વિરપુર તેમજ પુરા સૌરાષ્ટ્ર ગુજરાતમાં શોક ની લાગણી વ્યાપી હતી. છેલ્લા થોડા સમયથી જયસુખબાપાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેઓ ને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. દેહવિલયના સમાચાર મળતા જ વિરપુર ખાતે ભકતોનો પ્રવાહ ઉમટી પડયો હતો. વિરપુરે સ્વયંભૂ બંધ રાખી શોક વ્યકત કર્યો હતો. જયસુખરામબાપાનો પાર્થિવ દેહ વિરપુર મંદિર ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બાદમાં સોમવારે અંતિમ સંસ્કાર કરાશે. જયસુખરામબાપા હાલમાં 88 વર્ષની ઉંમર હતી. ગઇકાલે રાત્રીના તેમના પાર્થિવ દેહને વિરપુર લઇ જવાયો હતો. જયાં અંતિમ દર્શન માટે રખાશે.

(સુત્રોમાંથી)

NO COMMENTS