જોડિયા ટીડીઓ ને એવોર્ડ : ODF યોજના અંતર્ગત લક્ષ્યાંક સિધ્ધ કરવા બદલ

0
193

વડાપ્રધાન શ્રી ની ઓડીએફ યોજના અંતર્ગત 2014 માં યોજના અમલી બની હતી જે 2016 સુધીમાં પૂર્ણ કરવાની હતી જેમાં જામનગર જિલ્લામાં જોડિયા તાલુકા દ્વારા સો ટકા લક્ષ્ય સિધ્ધ કરવામાં આવેલ છે. જે માં તા. 2 ઓકટોબર ના રોજ પોરબંદર, ચોપાટી ખાતે ગુજરાત રાજય ના 8 મહાનગર પાલિકા ને એવોર્ડ એનાયત કરાયો હતો. જેમાં જામનગર તેમજ મહેસાણા અને પોરબંદર ને જિલ્લા કક્ષાએ ઓડીએફ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા ગામમાં શૌચાલયોનં નિર્માણ કરી ગામને સુંદર અને શ્રેષ્ઠ બનાવવા માટે જોડિયા તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી વિજયભાઇ વ્યાસ ને આ તકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. અધિકારીઓના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. આ સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી એવોર્ડ વિજેતાઓને વધાવ્યા હતા.

NO COMMENTS