ગિરનાર રોપ-વે ને મંજૂરી : ખર્ચ સવાસો કરોડ

0
97

ઘણા વિવાદો બાદ અંતે ગિરનાર પર્વત ઉપરથી રોપવે બનાવવાની મંજૂરી મળી છે ત્યારે રોપ વે બનાવવા માટે પર્યાવરણ વિભાગની મંજૂરી બાકી હતી તે થોડા સમયમાં ઉષા બ્રેકો કંપની એક જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી પત્ર મળ્યાની જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે. સૌ પ્રથમ રોપ વે બનાવવામાં અડચણ આવતી પ્રક્રિયાનું નિવારણ કરાશે. બાદમાં થોડા સમય બાદ જૂનાગઢ મનપા સાથે રહી આગળનું કામ હાથ ધરાશે. ઉષા બ્રેકો કંપની રાજય સરકાર, પ્રદૂષણ બોર્ડ, વગેરે સરકારી કચેરીઓ સાથે એક સાથ રહી પ્રોજેકટને સાકાર કરવા પગલા ભરશે. આ રોપ વે બનાવવાનો અંદાજી ખર્ચ સવાસો કરોડ જેવો આંબી જાય તેવી શકયતાઓ દર્શાવાઇ રહી છે. હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં રોપવે બની જશે ?

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS