કાગવડ ખોડલધામ ખાતે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

0
178
kagvad : khodal dham pranpratistha mahotsav
kagvad : khodal dham pranpratistha mahotsav

કાગવડ ખોડલધામ ખાતે તા. 17 ના રોજ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતભરના લેઉવા પટેલ સમાજમાં ઉત્સાહ છવાયો છે. તા. 17 ના રોજ ખોડલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉદઘાટન કરાશે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં હવન, ઓડિયો વિડીયો વિઝયુઅલ કાર્યક્રમો, ધ્વજારોહણ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કૃષિ કાર્યક્રમો, ડ્રામા, ભારતીય સંસ્કૃતિના તમામ કાર્યક્રમો, નૃત્ય જેવા કાર્યક્રમો દ્વારા ખોડલધામ ઝળહળી ઉઠશે.
મહોત્સવના પ્રારંભે ચારેય દિશામાંથી 21 મૂર્તિઓ સાથે શોભાયાત્રા નીકળશે. જે ખોડલધામ પહોંચશે વાજતે ગાજતે શોભાયાત્રા નો પ્રારંભ થશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. 17 ના સવારે શોભાયાત્રાનો પ્રારંભ કરાશે. જેમાં લાખો ભાવિકો ઉમટી પડશે. ઉલ્લેખનિય છે કે ખોડલધામ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર 21 ખોડિયાર માતાની મૂર્તિ જયપુરના મકરાણાંના માર્બલમાંથી બનાવવામાં આવી છે. મુખ્ય ખોડિયાર માતાજીની મૂર્તિ 6 ફૂટ ઉંચાઇની છે જયારે અન્ય મૂર્તિ 3 ફૂટ ઉંચાઇ ધરાવે છે.ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ગામોમાંથી પણ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા રાજકોટ શહેરમાંથી પસાર થઇ કાગવડ ખોડલધામ ખાતે પહોંચશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS