ભવિષ્યમાં કામ નહીં કરું પાક. કલાકારો સાથે : કરણ જૌહર

0
61

બોલીવૂડ નિર્દેશક કરણ જૌહર પોતાની ફિલ્મ એ દિલ હે મુશ્કિલ ઉપર વિવાદ સર્જાતા તેણે મૌન તોડયું હતું. ફિલ્મમાં પાકિસ્તાની કલાકારો ની ભૂમિકા હોવાના કારણે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના એ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાડવાનું જણાવ્યું હતું. જે પછી સિનેમા માલિકોએ ઘણા રાજયોમાં ફિલ્મ ની રિલીઝ રોકી હતી. આ મુદા ઉપર પહેલીવાર કરણે એક વિડિયો મેસેજ જારી કર્યો હતો. આ સંદેશમાં તેણે પોતાના પહેલા દેશ અને ભારતીય સેનાના વખાણ કર્યા હતા. કરણે આતંકવાદની નિંદા કરી હતી. અને જણાવ્યું કે આવી પરિસ્થિતી રહેશે તો તે પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે, આખા મેસેજમાં કરણે પાકિસ્તાનનું નામ નથી લીધું માત્ર પાડોશી દેશ જ સંબોધન કર્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS