પાણી માટે સળગી રહ્યું છે : કર્ણાકટ અને તમિલનાડુ

0
34

કાવેરી નદી ના પાણી વિતરણ ઉપર સુપ્રિમ કોર્ટ ના નિર્ણય ઉપર કર્ણાટક નો વિરોધ હિંસક પ્રદર્શનમાં બદલાયું છે. કર્ણાટક અને તમિલનાડુ માં પ્રદર્શનકારિયો દ્વારા સોમવારે સરકારી બસો સળગાવી હતી. ટ્રકો અને હોટલો પણ સળગાવાઇ હતી. બેંગ્લોસ ના રાજગોપાલ નગર પોલીસ ગ્રુપ ઉપર ટોળાએ હુમલો કરવાની કોશિષ કરી હતી. ભીડ ને કાબુ કરવા પોલીસ દ્વારા ફાયરીંગ કરવું પડયું હતું જેમાં એકનું મોત થયું હતું. બેંગ્લોરના મુખ્ય ટ્રાન્સપોર્ટ કંપની ના ડેપોમાં આગ લગાડતા 30 બસોને આગ લગાડાઇ હતી. બેંગ્લોર સહિત આસપાસ ના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઇ છે. જયારે ચેન્નાઇ માં એક બસ ટ્રાન્સપોર્ટ કંપનીની 40 બસો ફૂંકી મારવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS