કરવા ચૌથ : રોહિણી નક્ષત્રમાં રાત્રે 8.57 કલાકે ચંદ્રોદય

0
135

જયોતિષ શાસ્ત્ર અનુસાર રોહિણી નક્ષત્ર માં ચંદ્રોદય થવાથી ચોથ નું વ્રત દાંપત્યજીવનમાં ખુશાલી લાવે છે. આ ચર્તુથી ને સંકષ્ટ ચતુર્થી પણ કહે છે.
કારતક કૃષ્ણ પક્ષ ની ચતુર્થી માં બુધવારે આજે કરવા ચૌથ ઉપર મહિલાઓ વ્રત રાખી અખંડ સુહાની મનોકામના કરે છે. આ દિવસે રોહીણી નક્ષત્ર માં રાત્રે 8.57 કલાકે ચંદ્રમાં નો ઉદય થશે. અને પોતાની ઉચ્ચ રાશી વૃષભમાં રહેશે. આ વર્ષે ચંદ્રોદય સમયે ચતુર્થી નહીં રહે પરંતુ ઉદિયાત માં ચતુર્થી થવાથી બુધવારે ચૌથનું વ્રત ગણાશે. ચતુર્થી મંગળવારે 10.59 થી બુધવારે 7.34 સુધી રહેશે. કરવા ચૌથ ના દિવસે કુમાર યોગ પણ છે. જેમાં ખરીદી માટે શુભ યોગ મનાય છે. આ યોગ બુધવારે 7.34 થી 12.10 સુધી રહેશે.
આ દિવસે મહિલાઓ પોતાના પતિ માટે વ્રત રાખે છે. સાંજે લાલ કપડું બાંધી ભગવાન શિવ, પાર્વતી, સ્વામી કાર્તિકેય અને ગણેશ અને ચોથ માતા ની સ્થાપના અને પુજા કરે છે. ચંદ્રમાં નો ઉદય થતા વ્રત ખોલશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS