કાશ્મીર ઘાટીમાં હિંસક પ્રદર્શન : વાતાવરણ તંગ બન્યુ હતું

0
49
kashmir ghati-india
kashmir ghati-india

શુક્રવારે જુમ્માની નમાઝ પછી કાશ્મીર ઘાટીમાં હિંસક પ્રદર્શન થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીર ધાટીમાં જુમાની નમાજ પછી હિંસક પ્રદર્શન કરાયા હતા. જે જોતા ધાટીમાં તનાવપૂર્ણ હાલત બન્યા હતા.
ઉલ્લેખનિય છે કે, શ્રીનગર ના જૂના શહેર ના અમુક વિસ્તારોમાં નમાઝ પછી પ્રદર્શન કરાયા હતા. આ દરમિયાન ઉપદ્રવિયો દ્વારા સુરક્ષાદળો ઉપર પથ્થરમારો પણ કરાયો હતો. ભીડને બેકાબૂ જોતા સુરક્ષાદળો તરફથી હાલાતને કાબૂ કરવા માટે આંસૂ ગેસ છોડયા હતા.
કાશ્મીરમાં થયેલા આ પ્રદર્શનો દરમિયાન ઉપદ્રવિયો દ્વારા પાકિસ્તાની ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા. જાણકારી મુજબ હિંસક પ્રદર્શનો પછી સુરક્ષા એજન્સી દ્વારા સતત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ચાંપતી નજર રાખવામાં આવી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS