કાશ્મીર ઘાટીમાં હાલાત બગડવાની આશંકા : ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

0
64

કાશ્મીર ઘાટીમાં આટલા સમય વીત્યા પછી પણ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા છતાં પણ ઘાટીમાં હજુ પણ અશાંતિ ફેલાયેલી રહે છે. ત્યારે સ્વાતંત્રતા દિવસ પછી ગૃહમંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં કાશ્મીરના હાલતા ઉપર ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સીમા પાર થી મળી રહેલા સંકેતો મુજબ ઘાટીમાં હાલાત વધુ બગડે તેવી શકયતા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ગૃહમંત્રીને હાલાત ની જાણકારી આપી હતી. રાજનાથ સિંહે કાશ્મી ની સાથે અસમ ની હાલાત ની પણ સમીક્ષા કરી હતી. ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ સુરક્ષાદળો ને એવા પગલા લેવા જણાવ્યું છે કે જેમાં હિંસા ની ઝપટ થી કાશ્મીર દૂર રહે. પરંતુ પ્રદર્શનકારીઓ એક સમસ્યા બની ગઇ છે. બેઠકમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા ના બંકરો ઉપર પાકિસ્તાન બોર્ડર એકશન ટીમે સંભવિત હુમલા ની આશંકા દર્શાવી હતી. અને તે બાબતે ચર્ચા કરાઇ હતી. સુત્રોના જણાવ્યાનુસાર ધુસણખોરો દ્વારા સીમા ઉપર છ નવી જગ્યાઓ ની ઓળખ કરાઇ છે. આ જગ્યાઓ ઉપર પાક સેના ધૂસણખોરીની કોશિષ કરી રહી છે. 15 ઓગસ્ટે પાંચ ઘૂસણખોરોને પકડી લેવાયા હતા અને તેના મારી નખાયા હતા. ઘાટીમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS