કાશ્મીર : પુલવાવમાં 4 કલાકમાં 2 આતંકી હુમલા : 9 જવાન ઘાયલ

0
23
kashmir terrarist atteck
kashmir terrarist atteck

કાશ્મીર ઘાટીમાં સતત ત્રીજા દિવસે આતંકીયો દ્વારા સીઆરપીએફ જવાનો ના કેંપને નિશાના બનાવાયા છે. આતંકીયો દ્વારા પુલવામાં મંગળવારે સાંજે સીઆરપીએફ ની 180 મી બટાલિયન ના કેંપ ઉપર હુમલો કર્યો છે.
આતંકીયો દ્વારા કરાયેલા હુમલામાં 9 જવાનો ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. અને 3 ની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકી હુમલા પુસવામા જિલ્લાના ત્રાલ માં થયો છે. આ હુમલા પછી આ વિસ્તારને હાઇ એલર્ટ જાહેર કરાયો છે. તે સાથે આતંકીયો દ્વારા જિલ્લાની પદગમપોરા વિસ્તારમાં પણ ગ્રેન્ડ હુમલો કરાયો હતો. પરંતુ પદગમપોરા માં થયેલા હુમલામાં કોઇ ઘાયલ થયું નથી. સીઆરપીએફ કેંપ ઉપર થયેલા આતંકી હુમલા પછી સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને તમામ જવાન તથા અધિકારી મોકા ઉપર પહોંચી વિસ્તારને ઘેરી લીધો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS