શ્રીનગરમાં પોલીસ અને છાત્રો વચ્ચે ઝપાઝપી : દેશ વિરોધી નારેબાજી

0
40
Kashmir unrest, kashmir violence
Kashmir unrest, kashmir violence

જૂના શ્રીનગરમાં બુધવારે ફરી પથ્થરબાજી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ગિરફતાર વિદ્યાર્થીઓ છોડવાની માંગ ઉપર ગાંધી કોલેજના વિદ્યાર્થીઓએ માર્ચ કાઢતા આગળ વધ્યા હતા ત્યારે પોલીસ સાથે તેમની હડકંપ મચી હતી. પ્રદર્શનકારીઓ માં છાત્રાઓ પણ સામેલ હતી. જયારે બડગામ જિલ્લાના મગામ માં સ્કૂલ, છોકરા ની હાયર સેક્ધડરી સ્કુલ અને ડિગ્રી કોલેજ પ્રશાસનિક આદેશ અનુસાર શિક્ષણકાર્ય બંધ રહ્યું હતું.
પોલીસ મુજબ આ પહેલા કોલેજ ના અન્ય વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો અને ડાઉનટાઉન શહેરત અને બપોરે માર્ચ કાઢવાનું શરુ કર્યું હતું. આ વચ્ચે જયારે પોલીસે છાત્રો ને આગળ વધવાથી રોકવામાં આવ્યા ત્યારે છાત્રોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ પહેલા હિંસામા શામેલ ગિરફતાર કરેલા છાત્રોને છોડાવા માટે વિધાર્થીઓએ નારેબાજી કરી હતી. બાદમાં છાત્રો દ્વારા જોરદાર પથ્થરમારો કરાયો હતો. પોલીસે તેમને રોકવા માટે આંસૂ ગેસ ના ગોળા છોડયા હતા ત્યારે પોલીસ અને છાત્રો વચ્ચે હડકંપ મચી ગઇ હતી.

(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS