કાશ્મીર ઘાટીમાં કફર્યુ હટાવ્યા બાદ પણ ઉપદ્રવ ચાલુ

0
31

કાશ્મીર ઘાટીમાં કફર્યુ હટાવ્યા બાદ પણ દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક મુઠભેડ ચાલુ રહી છે કુલ અત્યાર સુધીમાં 50 થી વધુ જવાનો જખમી થયા છે. સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરાતો હોવાથી કુલ સીઆરપીએફ ના 17 જવાનો જખ્મી બન્યા છે. શોપિંયા ના કેલાર ગામમાં હિંસા ભડકાવવા માટે રેલી ને નિયંત્રીત કરવા પહોંચેલા સુરક્ષા દળોની ટુકડી ઉપર પથ્થરમારો કરાયો હતો. હાલાત ને કાબુ કરવા અશ્ર્વુ ગેસ ના ગોળા ફેંકાયા હતા. પૈલેટ ગનનો પણ ઉપયોગ કરવો પડયો હતો. હિંસામાં 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. ૉ

દક્ષિણ કાશ્મીરમાં પુલવાવ જિલ્લામાં ત્રાલ વિસ્તારમાં પથ્થરબાજો ની ધરપકડ દરમિયાન ઉપદ્રવ શરુ થઇ ગયો હતો. ધરોમાંથી બહાર નીકળી લોકોએ પથ્થરમારો કર્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

kashmir-violence

NO COMMENTS