દ.કાશ્મીરમાંથી 80 યુવાનો આતંકી સંગઠનમાં જોડાવા લાપતા થયાની આશંકા

0
30

કાશ્મીર ઘાટીમાં હિંસા બાદ અંદર નો વિસ્તાર દક્ષિણ કાશ્મીર માંથી 80 થી વધારે યુવાનો લાપતા થયા છે. ખુફિયા એજન્સીઓ આ યુવાનો આતંકી તાલીમ લેવા ગયા હોવા અને સંગઠનોમાં જોડાવા ગયા હોવાના સમાચાર છે. લાપતા થયેલા યુવાનો માં વધુ પડતા યુવાનો હિજબુલ મુજાહિદીન અને લશ્કર એ તૈયબા માં જોડાવાના છે તેવી સૂચના છે.
પુલવાવ, કુલગામ, શોપિયાં અને અનંતનાગ જિલ્લા માં ફેલાયેલ કાશ્મીર માં હિજબુલ કમાંડર બુરહાન વાની ની મોત પછી સૌથી વધુ હિંસક બનાવો બન્યા છે. આ હિંસા દરમિયાન એક પછી એક એવી રીતે કુલ 80 જેટલા યુવાનો આતંકી સંગઠનમાં જોડાવા ગુમ થયેલ છે. વધુમાં વધુ યુવાનો પુલવાલ જિલ્લામાંથી લાપતા થયેલ છે.

(સુત્રોમાંથી એજન્સી) (પ્રતિકાત્મક તસવીર)

NO COMMENTS