કેદારનાથ ધામ : દર્શનની ડુપ્લીકેટ રસીદ દ્વારા યાત્રિકો લૂંટાયા

0
40
kedarnath temple for darshan registration dulicate rasid
kedarnath temple for darshan registration dulicate rasid

ભગવાન શિવના 12 જયોર્તિલીંગો માં એક કેદારનાથ ધામ માં યાત્રિકો પાસે લૂંટ કરાનો એક નવો મામલો સામે આવ્યો છે.
કોઇ અજ્ઞાત લોકો શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિની ખોટી રસીદ બનાવી દર્શન ના નામ ઉપર યાત્રિકો પાસેથી 14 થી 20 હજાર રુપીયા વસુલી કરે છે. આ મામલામાં સમિતિ દ્વારા અજ્ઞાત શખ્સો સામે કેદારનાથ પોલીસ ચોકીમાં એફઆરઆઇ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક ગ્રુપ સક્રિય છે જે મંદિર સમિતિની ડુપ્લીકેટ રસીર ના સહારે દર્શન કરાવવાના નામ ઉપર પ્રતિ યાત્રી 2100 રુપીયા લઇ રહ્યું છે. એક પર્ચી દ્વારા એક સાથે 6-7 યાત્રિકો પાસે 14 થી 20 હજાર સુધી વસુલવામાં આવે છે.
શુક્રવારના રોજ સમિતિના લોકોએ ધામમાં યાત્રિકો પાસેથી ડુપ્લીકેટ રસીદ જપ્ત કરી હતી. તે પછી મામલાનો ખુલાસો થયો હતો. ડુપ્લીકેટ રસીદ ના નામ ઉપર યાત્રિકો પાસેથી વસુલી ના મામલો સામે આવ્યા બાદ કેદારનાથ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. હાલમાં હવે સમિતિ દ્વારા પોતાની રસીદ પણ બદલી નાખી છે. જેથી કોઇ નકલી રસીદ ન બનાવી શકે. બાદમાં હવે સમિતિ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS