સમગ્ર સૌરાષ્ટ્ર ખોડલમય બન્યું : પાંચ દિવસ ભવ્ય મહોત્સવ

0
97
khodaldham-kagvad
khodaldham-kagvad

રાજકોટ : સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ખોડલમય બન્યું છે ત્યારે ગઇકાલે રાજકોટ ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભે લોકો ધાર્મિકતાના રંગે રંગાયા હતા. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતેથી એક શોભાયાત્રા નો પ્રારંભ સવારે 7 કલાકે થયો હતો. જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડયા હતા ઉપરાંત આ શોભાયાત્રા સૌથી લાંબી હતી. 40 કિ.મી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં બાઇક તેમજ કારો જોડાઇ હતી.
રાજકોટથી નીકળેલી શોભાયાત્રા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે ફલેગ દેખાડી પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રાનું રાજકોટથી કાગવડ સુધીમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. રસ્તામાં દરેક સમાજના લોકોએ ગામે ગામ સ્વાગત કર્યું હતું. શોભાયાત્રામાં બે રથ મુખ્ય હતા. મુખ્ય રથ પાછળ બાઇક, ડીજે. થી રસ્તાઓ ઉપર જય ખોડલ મા ના નારાથી ગાજી ઉઠયો હતો.
શોભાયાત્રાને લઇને ગઇકાલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી રાજકોટથી કાગવડ સુધીનો રસ્તો વનવે જાહેર કર્યો હતો. આ મહોત્સવ તા. 17 થી 21 સુધી ચાલનાર છે. તા. 17 થી 21 ખોડલધામ, કાગવડ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં તા. 18 ના રોજ મહાહવન તેમજ લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. વિવિધ કાર્યક્રમોમાં નાટક, ડ્રામા, મહાઆરતી, સમૂહ રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમો યોજાવાના છે.
ઉલ્લેખનિય છે કે પાટીદાર સમાજના લોકો તેમજ અન્ય વીઆઇપી માટે ખાસ ચાર હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે.

NO COMMENTS