કિંગફિશર વિલા-ગોવા કોઇ લેવાલ નથી

0
84

ગોવા સ્થિત કિંગ ફિશર વિલા માટે બુધવારે થયેલ હરરાજીમાં કોઇ લેવાલ ન હતું. દારુ નો કારોબારી વિજય માલ્યા એક સમયે આ વિલામાં મોજ શોખ માટે પાર્ટી કરતો હતો. ગઇકાલે બેંકો દ્વારા આ વિલાની નિલામીનું આયોજન કરાયું હતું. પરંતુ બેંકોનો આ પ્રયાસ નિષ્ફળ નિવડયો હતો. વિલા માટે કોઇએ બોલી ન લગાવી હતી. કિંગફિશર ની ઘણી મિલ્કતો બેંકોમાં ગીરવે મુકાયેલી છે. બેંકો એ ઘણા પ્રયાસો કર્યા છે નીલામી દ્વારા વહેંચાણ કરવાના પરંતુ તે દર વખતે નિષ્ફળ નિવડે છે. લોકોનું જણાવવું હતું કે વિલાની આરક્ષિત કિંમત 85.3 કરોડ ના કારણે નિલામી નિષ્ફળ રહી છે. માલ્યા દ્વારા 12,350 મીટર ક્ષેત્રમાં ફેલાયેલ આ વિલા એક સમયે શાનદાર પાર્ટીયો માટે જાણીતો હતો. કોઇ બોલી લગાવવા માટે આગળ ન આવ્યું હતું. આ નીલામી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી રખાયેલ હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS