કોચ્ચિ મેટ્રો રેલ સેવા માં કિન્નરો ને નોકરી

0
19
Kochi Metro:
Kochi Metro:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કોચ્ચિ મેટ્રો રેલ સેવા માં મહિલાઓ અને કિન્નરો ને નોકરી આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ આજે કોચ્ચિ મેટ્રો રેલ સેવાનું ઉદઘાટન કર્યા પછી જણાવ્યું કે મહિલાઓ અને કિન્નરો ને નોકરી આપવા બદલ એક આ પ્રશંસનીય પગલું છે. રેલસેવામાં લગભગ એક હજાર મહિલાઓ અને 23 કિન્નરોને રોજગાર આપવામાં આવશે. પી.એમ. જણાવ્યું કે કોચ્ચિ મેટ્રોમાં મોટી સંખ્યામાં મહિલાઓને નોકરી આપવા સાથે કિન્નરો ને રોજગાર આપી લૈંગિક ન્યાયની દિશામાં એક સારું પગલું ઉઠાવ્યું છે.
આ કિન્નરોને નોકરી ઉપર રાખનાર પહેલી સરકારી એજન્સી છે. આ દેશની પહેલી પરિવહન વ્યવસથા છે જેમાં સમલૈંગિકો માટે નોકરી આરક્ષીત છે. કોચ્ચિ મેટ્રો રેલમાં કિન્નો ને નોકરી તેની યોગ્યતા ના આધાર ઉપર અપાશે. તેમાં ટિકિટ કાઉન્ટર અને વિવિધ વિભાગોમાં કિન્નરોની યોગ્યતા મુજબ નોકરી આપવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS