કૃષ્ણં વંદે જગદ્ગુરૂ : દેશભરમાં કૃષ્ણજન્મ ના વધામણા

0
84

ભગવાન શ્રી કૃષ્ણ માટે ગૂઢ પરબ્રહ્મ જ મનુષ્યરુપ પ્રકટ થયા છે. શૈશવકાળમાં જયારે યશોદાએ શ્રી કૃષ્ણને માટી ખાધી છે. કે નહીં તે જોવા માટે તેમણે મોઢું ખોલવા કહું તો શ્રી કૃષ્ણે મોઢું ખોલી સમસ્ત વિશ્ર્વરૂપ તેમને દેખાડયું તેમના આ બધા પ્રસંગોનું રૂપ જ સિધ્ધ થાય છે કે શ્રી કૃષ્ણ પૂર્ણાવતાર હતા તે જન્મથી જ પૂર્ણ હતા. તેથી તે પૂર્ણાવતાર હતા. તે લીલાપુરષોતમ હતા જે ઉંમરે ચડ્ડી પહેરવાના ઠેકાણાં ન હોય તે ઉંમરે તેમણે પૂતના અને શકટાસુરનો વઘ કર્યો હતો. તેથી માતાપિતાને છોડી હાથ ધોઇને પડયો હતો. તેથી માતાપિતાને છોડીને ગોકુલમાં મોટા થયા અને ગોપ બાળકો સાથે દોસ્તી બાંધી અસુરોનો નાશ કર્યો.
ગોવર્ધનની પૂજા કરી ઇન્દ્રપૂજા બંધ કરાવી. મથુરામાં કંશનો વધ કર્યા પછી ક્ષત્રિયોચિત સંસ્કાર માટે તે સાંદીપની મુનિના આશ્રમમાં ગયા તે દરમિયાન તેમના વિદ્યાભ્યાસની વિગત વાંચીશું તો આશ્ર્ચર્ય થશે. તેમણે ચોસઠ દિવસમાં ચારવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત, જયોતિષ, અને છંદ અને વેદાંત, આલેખન, ગણિત, વૈદક, બધું જ શીખી લીધું હતું.
બાર દિવસમાં હાથી, ઘોડા ઇત્યાદીની શિક્ષા અને પચાસ દિવસમાં તો દસે અંગો સાથે ધનુર્વેદની શિક્ષા પૂરી કરી તેમની બધી જ વાતો અલૈકિક હતી. અઘાસુર, બકાસુરક આદિ અસુરોનો વધ કરવા ન તો તેમને તપસ્યા કરી હતી કે ન તો વિશ્ર્વામીત્ર યા અન્ય કોઇ ઋષિ પાસે તે માટેનું શિક્ષણ લીધું હતું. બ્રહ્મા,ઇન્દ્ર આદિ સુરો સાથે તેમણે નાનપણથી જ મોરચો માંડી ક્રાંતિકારી પગલું લીધું હતું. અને તે પણ બાલયઅવસ્થામાં તપોવન છોડતાં પહેલાં ગુરુ દક્ષિણા સમયે આર્ત થયેલા ગુરુજીએ શ્રી કૃષ્ણને તેમના અપહત પુત્રને પાછો લાવવા જણાવ્યું. સાંદિપની પાસે એ વિદ્યા હોત તો તે તેમના પુત્રને પાછો લાવી શકયા હોત. પરંતુ શ્રી કૃષ્ણે તેમના અપહત પુત્રને છોડાવી પાછો લઇ આવ્યા એ વિદ્યા તેમણે કયાંથી શીખી ?
સાંદિપની આશ્રમમાં તેમણે યુધ્ધસિક્ષા મેળવી પણ બળવાન કંસ અને ચાણુર જેવા મલ્લાને પછાડવાની વિદ્યા કયાંથી શીખી ? ગોપબાળકો પાસે કે ગોપીઓ પાસેથી ? અને તે પણ કિશોર વયે તેથી જ તો શ્રી કૃષ્ણ પૂર્ણાવતાર છે. ક્રોધાન્મત કાલિયાનાગની ફેણો ઉપર નૃત્ય કરી તેને મહાત કર્યો તે નૃત્યકળા તેમણે કયાંથી કરી તેને મહાત કર્યો તે તે કયાંથી પ્રાપ્ત કરી ? અને તેમનુ ચિત્તાકર્ષક સંગીત ત્રિભૂવન મોહિની મૂરલીની શિક્ષા કયાંથી મેળવી ? કે જેના સૂર ઉપર આખું ગોકુલ ઘેલું થતું હતું મુરલીની શિક્ષા કયાંથી મેળવી જેના સૂર ઉપર ગાયો ભાંભરતી તેમને વીંટળાઇ જતી હતી. આ બધી બાબતો જ શ્રી કૃષ્ણ પૂર્ણાવતાર હોવાનું પૂરતું પ્રમાણ છે. અને રહેશે. માટે તો શ્રી કૃષ્ણને પૂર્ણપૂરષોતમનું બિરુદ મળ્યું છે.

NO COMMENTS