કચ્છ કા ટેલેન્ટ-2017 નું અયાોજન કરાયું

0
34
kutch ka tallent-2017 event
kutch ka tallent-2017 event

પ્રિતી ધોળકિયા-મુંદ્રા,કચ્છ
ભુજ : તાજેતરમાં ગત તા. 23-04-2017 ના ભુજના આંગણે કચ્છના ડાન્સીંગ સ્ટારો માટે અનોખો દિવસ હતો. કારણ કે, ટીવી ચેનલોમાં જે રીતે રીયાલીટી શો થાય છે. તેવો જ એક રીયાલીટી શો મુળ ક્ચ્છની હાલમાં લંડન સ્થિત કોમલ રાબડિયાએ કે.આર. ઇન્ડિયા ટીમના ઉપક્રમે કચ્છના યુવા ડાન્સર્સ ડાન્સીંગ ક્ષેત્રે સમગ્ર ગુજરાત તથા ભારતમાં પોતાનો તથા કચ્છનું નામ રોશન કરી શકે તેવા હેતુથી કચ્છ કા ટેલેન્ટ-2017 નું અયાોજન કરાયું હતું.
કાર્યક્રમની શરુઆતમાં કચ્છ જી.પં. ના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, પૂર્વ નગરપતિ શંકરભાઇ સચદે, ડી.જી.પી. કલ્પેશ ગોસ્વામી, પટેલ અગ્રણી કે.કે. હિરાણી, હસુ ઠક્કર તથા કોમલ રાબડીયાએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. અગાઉ આડીશનમાં 250 થી વધુ એન્ટ્રીઓમાંથી માત્ર 45 ડાન્સર્સ સીલેકટ કરાયા હતા. વિજય થનાર સ્પર્ધકોને જુદી જુદી કેટેગરીમાં ટ્રોફી તેમજ સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.
સંચાલન વિનોદ પીંડોરીયા તથા વિનોદ ગોરસીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કે.આર. ટીમના જો. સેક્રેટરી નિલેશ સોલંકી, યશ સોલંકી તથા અન્ય હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.

NO COMMENTS