સ્ત્રીએ શું પહેરવું-ન પહેરવું ?

0
73
ladies wear
ladies wear

(પ્રિતી ધોળકિયા-મુંદ્રા-કચ્છ)  prit.bhavik@gmail.com

સ્ત્રીએ શું પહેરવું અને ન પહેરવું, એ વિષયમાં પિતા કે પતિની ઇચ્છા, પરિવારની પ્રતિષ્ઠા, સમાજના નિયમો જાણે ઓછા પડતા હોય એમ વાર તહેવારે દુનિયાભરના ધર્મગુરુઓ, રાજકારણીઓ, અરે કયારેક તો આખીને આખી સરકાર પણ એમાં ઝુકાવતી રહે છે. ઘણીવાર તો ેક દેશમાં જે નિયમ હોય, એ બીજા દેશમાં અપરાધ બની જાય છે. મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓ માટે પગથી માથા સુધીનું શરીર, ઘણી જગ્યાએ તો ચહેરો પણ ઢંકાઇ રહે એવા કપડાં પહેરવાનું ફરજીયાત છે, એ સહૂ જાણે છે.
પોતાને બહુ મોર્ડન, બિનસાંપ્રદાયિક ગણાવતી ફ્રેન્ચ સરકારે તો હમણમાં હદ કરી નાંખી, એમને અંગ પ્રદર્શન નહિં, અંગ ઢાંકવા સામે વિરોધ છે. દરિયા કિનારે આંખુ તો નહિં, પણ પોણા ભાગનું શરીર ઢંકાય એવો સ્વીમસૂટ પહેરતી સ્ત્રીઓને પકડીને એમણે દંડ ફટકારવા નું શરુ કરી દીધું. સતાધીશોને મન આ મુસ્લિમ ટ્રેડિશન છે. જે ન ચલાવાય. મુસ્મિલમો જ નહિં, દરેક ધર્મના ઉદારમત વાદી લોકોએ આની સામે વિરોધ કર્યો. આ લખાય છે ત્યારે ત્યાંની અદાલતે બુર્કીની પરનો પ્રતિબંધ ગેરકાનૂની ઠરાવ્યો છે. ફ્રેન્ચ સરકારને સ્ત્રીઓની બુર્કીની નથી ગમતી, તો ઇઝરાયેલ સરકારને હમણાં બિકીની સામે વાંધો પડી ગયાના સમાચાર આવ્યા છે. ત્યાંની જાણીતી ટીવી સ્ટાર, એક જગ્યાએ શોર્ટસ પર બિકીની ટોપ અને ખુલ્લું શર્ટ પહેરીને પરફોમન્સ આપી રહી હતી. ત્યાં અધવચ્ચે આયોજકોએ એને સરખાં કપડાં પહેરવાની સૂચના આપી. એમને આ ચેતવણી સરકારના ખેલદૂક અને સાંસ્કૃતિક વિભાગ તરફથી મળી હતી. એમણે હવે સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા સ્પોન્સર થતાં કાર્યક્રમોમાં કલાકારો અંગપ્રદર્શન થાય એવાં વસ્ત્રો નહીં પહેરી શકે. નેચરલી, કાયદો સ્ત્રીઓને લાગુ પડશે. આપણે ત્યાં તો સ્ત્રીનો કપડાંની છાશવારે બેવકૂફ જેવાં ઉદગારો વાપરે છે, વિવાદો સર્જાય છે. ઘણાં લોકો કહે છે કે સ્ત્રીઓ સાથે થતા બળાત્કાર જેવા અપરાધો માટે સ્ત્રીઓના કપડાં જવાબદાર હોય છે. આવા લોકો કદાચ માને છે કે લાડી, સલવાર કમીઝ પહેરનારી સ્ત્રીઓ સાથે કોઇ અત્યાચાર થાય જ નહીં.
વેર્સ્ટન સ્ટાઇલના કપડાં પહેરતી છોકરીઓ સામે તો એમને કોણ જાણે શું વાંધો છે તે પર્યટન મંત્રી મહેશ શર્માએ કહ્યું છે કે વિદેશી સ્ત્રીઓએ ભારતમાં સ્કર્ટ જેવા કપડાં પહેરીને ફરવું ન જોિએ કારણ કે આ ભારતીય સંસ્કૃતિને અનુરુપ નથી. અને એમાં સલામતી જોખમાય છે. ઉજજૈનના એક મોટા જૈન મંદિરમાં જીન્સ કે સ્કર્ટ પહેરીને આવતી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ટ્રસ્ટીના કહેવા પ્રમાણે આવા કપડાથી જૈનોની ધાર્મિક ભાવનાને ધક્કો પહોંચે છે. એમણે સ્ત્રીઓને ભારતીય સંસ્કૃતિને છાજે એવા કપડા પહેરવાની વિનંતી કરી છે. માનનીયશ્રીઓ એક સ્ત્રી તરીકે અમારો પ્રશ્ર્ન એ છે કે, કયાં કપડાં ભારતીય સંસ્કૃતિને અને ધર્મને અનુરુપ કહેવાય ? ગુજરાતી સ્ત્રીઓ સાડી પહેરે છે. પંજાબીઓ સલવાર કમીઝ, ખ્રિસ્તીઓ ફ્રોક અને સ્કર્ટ પહેરે છે. ઇશાન ભારતમાં લોંગ સ્કર્ટ છે, તો છતીશગઢમાં આદિવાસી વિસ્તારોમાં હજીએ બ્લાઉઝ વિના ફરતી મહિલાઓ છે. આમા ભારતીય સંસ્કૃતિ નું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? વર્ષોથી જો કે આપણે સાડી પર ઇન્ડિયન ડ્રેસ ભારતીય સંસ્કૃતિનો સિક્કો મારી દીધો છે. પરંતુ તમે કહો, સાડી ભલે બહુ સુંદર પહેરવેશ હોય પણ એમાં અંગપ્રદર્શન નથી થતું ? કમર ખુલ્લી નથી રહેતી ? નીચે ઝુકીને મંદિરમાં પ્રાર્થના કરતી કે બજારમાં શાક લેતી સ્ત્રીઓ કેટલાક લોકોને નયનસુખ આપતી હોય છે ? એ ચાલે પણ બંધ ગળાનું ટીશર્ટ્ર નહીં ? આ નિયમ પાછળ કયું લોજીક હશે ? સંસ્કૃતિની કઇ સમજ કામ કરતી હશે ?

NO COMMENTS