વૈષ્ણવ દેવી ભવન પાસે ભૂસ્ખલન : સીઆરપીએફ જવાન નું મોત : અન્ય ઘાયલ

0
169

જમ્મુ : માતા વૈષ્ણવદેવી ભવન પાસે આજે ભૂસ્ખલ્ન થતા સીઆરપીએફ ના એક જવાનનું મોત થયું છે. જયારે ઘણા ભકતો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે આજે બપોરના સમયે ભવનના ત્રણ નંબરના ગેઇટ પાસે ભૂસ્ખલન થયું હતું. જેમાં એક જવાન ઝપટમાં આવી જતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ઘટના ની જાણ થતા માતા વૈષ્ણવ દેવી શ્રાઇનબોર્ડ અને સીઆરપીએફ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને બચાવ કાર્ય શરુ છે. આ માસમાં બીજીવાર ભૂસ્ખલનનો બનાવ બન્યો છે. ત્યારે બાણગંગાથી ભવન સુધીની સુરક્ષા ની જવાબદારી સીઆરપીએફના નેજા હેઠળ આવે છે.
(સુત્રોમાંથી )

NO COMMENTS