લોન્ચ થયો iPihone 7

0
104

એપલ દ્વારા રાહ જોવાઇ રહેલ વોટર અને ડસ્ટ પ્રૂફ આઇફોન-7, 7 એસ મોબાઇલ, એયર પોડ અને એપલ વોચ ગઇકાલે લોન્ચ કર્યા છે.સાન ફ્રાન્સીસકો સ્થિત ગ્રાહમ બિલ સિવિક ઓડિટોરીયમ માં તેનું લોન્ચીંગ કર્યું છે. એપલ ના સીઇઓ કુક મુજબ આઇફોન 7 અને 7 પ્લસ મોબાઇલ માં હેડફોન જેક નહીં હોય.
તેની જગ્યાએ એયર પોડ નો ઉપયોગ થઇ શકશે. આઇફોન-7 ની બેટરી બેકઅપ આઇફોન 6 કરતા બે કલાક વધુ ચાલશે. આઇફોન-7 નું પ્રોસોસર પહેલા કરતા હાઇટેક છે. ડિસ્પ્લે બ્રાઇટર છે. કલર પણ લાજવાબ છે. અન્ય સ્માર્ટફોન કરતા કેમેરો વધારો સારો છે. 12 મેગાપિકલસ ના બે કેમેરા છે. એયર પોડ માં ટચ સેંસર છે. બેટરી પાંચ કલાક થી વધુ ચાલી શકે ચે. તેના કેસ ની અંદર જ ચાર્જ થઇ શકે છે. આઇફોન 7 32 જીબી અમેરિકા માં મૂલ્ય 749 ડોલર થાય છે જયારે ભારતમાં પ્રારંભિક કિંમત 63000 થાય છે. આગામી દિવસોમાં ભારતમાં ઉપલબ્ધ થશે.
(સુત્રોમાંથી એજન્સી)

 

NO COMMENTS