જીલે જરા…જીલે જરા..તહેવારો માણો

0
136
  • (જયોતિ શાસ્ત્રી-શાહ રાજકોટ- jaiambae321@gmail.com)

તહેવારોની શરૂઆત કોણે કરી ? આ પ્રશ્ર્ન મહત્વનો છે કે પછી એ પ્રશ્ર્ન વધુ મહત્વનો છે કે તહેવારોની શરૂઆત શા માટે કરવામાં આવી ? એમ તો ત્રીજો પ્રશ્ર્ન પણ છે કે તહેવારો ન હોત તો આપણે બધાનું
શું થાત ? તહેવારો એ માત્ર રજાના દિવસો નથી પણ તહેવારો એ મજાના દિવસો છે. તહેવારના દિવસની હવા જ સાવ જુદી હોય છે. અને આ દિવસે માણસનો મૂડ જ કંઇક અનેરો હોય છે.
તહેવારો માણસને હતાશ, નિરાશા, ઉદાસી અને બીજી અનેક માનસિક બીમારીઓથી બચાવે છે, એટલું જ નહીં જીવવા માટે અદભૂત એનર્જી પ્રદાન કરે છે. તહેવારો વગરની જિંદગીની કલ્પના જ અધૂરી છે. તહેવારોના દિવસો થોડાક જુદા હોય છે. ફેસ્ટિવલ માણસને એવો બ્રેક આપે છે જેનાથી એનામાં નવી શકિતનો સંચાર થાય છે. આપણો ભારત દેશ તહેવારોનો દેશ છે. આમ તો દુનિયામાં એવો કોઇ દેશ નથી જયાં કોઇને કોઇ તહેવાર ઊજવાતો ન હોય. કંઇ જ ન હોય તો એ લોકો કાર્નિવલ સેલિબ્રેટ કરે છે. અથવા તો સમર કે વિન્ટર ફેસ્વિલ ઉજવે છે. ધર્મ અને તહેવારને સીધો સંબંધ છે. દરેક ધર્મના પોતાના તહેવાર છે. આ બધાં જ તહેવારોનાં ઉમદા મર્મ છે. તહેવાર ગમે તે હોય એનાથી માણસમાં અને માણસની માનસિકતામાં જબરજસ્ત ફેરફાર આવે છે. રોજ રોજની દોડધામ કરીને થાકેલા માણસને એક બ્રેક મળે છે !
તમે માર્ક કરજો, દર દિવાળીએ માણસ એક વાત તો કરતો જ હોયછે દિવાળી આવી ગઇ ? કેટલો ઝડપથી સમય પસાર થઇ જાય છે ! હજુ તો હમણાં દિવાળી ગઇ હતી ત્યાં પાછી આવી ગઇ વાત સાચી માણસ એટલો બધો બીઝી રહેવા લાગ્યો છે કે આખું વર્ષ કયાં પસાર થઇ ગયું એનું ભાન રહેતું જ નથી.
આને જરાક જુદી રીતે જોઇએ તો કહીી શકાય કે જો તહેવારો ન હોય તો લોકોને વર્ષ તો શું આખી જિંદગી કયાં પસાર થઇ ગઇ એ જ ખબર ન પડત !
જિંદગીમા કંઇક આવું નવું કરવા માટે જૂનું ભુલવું પડતું હોય છે અને ઘણાં બધા કોચલું તોડવાં પડતા હોય છે. પંખી ઊડે છે પણ ઇંડુ ઊડી શકતું નથી. ઇંડાનું કોચલું તૂટે પછી શીખવાની અને ઊડવાની શરુઆત થાય છે. આપણી અંદર જૂઠાણાં કોચલાં જડાઇ ગયાં છે, એ આપણે ખૂદ જ પૂરાયેલા છીએ, આ તહેવાર, આ પર્વ જ નથી પડતી કે આપણે ખુદ જ પૂરાયેલા છીએ, આ તહેવાર, આપણે હળવા થવાનો મોકો આપે છે, નવી હકારાત્મક શકિતનો સંચાર થાય છે. સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં ? રોજ તારીખીયાનું એક પાનું ખસતું જાય છે અને જિંદગીનો એક એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે. અને કોઇ રોકી શકવાનું નથી આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો તે શ્રેષ્ઠ માર્ગ છે કે શ્રેષ્ઠ રીતે જીવી લેવું..
દરેક સમયની ક્ષણને એન્જોય કરો. જિંદગી જીવવાનું શરુ કરો…વર્ચ્યુઅલ વર્લ્ડને બદલે રિચાલિસ્ટિક વિશ્ર્વની નજીક રહીએ તહેવારો માત્ર પરંપરા ટકાવી રાખવા માટે નથી હોતો, તહેવારો જિંદગી ના પડકારો સામે પોતાના ટકાવી રાખવા માટે હોય છે.
ગયું એ ગયું, ગયું એની ચિંતા કરવાનો કોઇ મતલબ નથી, મહત્વ હવે પણ જે આવવાનું છે એનું છે..
જિંદગી સુંદર છે, ભરપૂર જીવી જાણવાનો નિર્ણય કરી જીવવાનો નિર્ણય કરો, તેને માણી જાણીએ એ જ તહેવારો પર્વનું સાચું સેલિબ્રેશન છે.

NO COMMENTS