ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રાષ્ટ્રપતિ હોઇ શકે

0
60
LK Adwani will posible india president
LK Adwani will posible india president

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ભારતના હવે પછીના રાષ્ટ્રપતિ બની શકે છે ઉતર પ્રદેશમાં ચૂંટણીમાં મળેલી જીત પછી ભાજપને બહુમતી પછી રાષ્ટ્રપતિ નિયુકત કરવાની તક મળે છે ત્યારે તે માટે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી નું નામ આગળ છે. આ માટે ચૂંટણી પરિણામો આવ્યા પહેલા 8 માર્ચે સોમનાથમાં એક મિટિંગમાં આ બાબતે ચર્ચા થઇ હતી. જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ખુદ અડવાણી હાજર હતા.
પી.એમ. મોદીએ મિટિંગમાં આ સંકેત આપ્યો હતો કે તેના તરફથી અડવાણીજીને ગુરુદક્ષિણા હશે પ્રાપ્ત માહિતી અનુસાર હવે અડવાણીજીનું નામ ફાઇનલ હોઇ શકે છે. યૂપી વિધાનસભા ચૂંટણી ના પરિણામો આવ્યા પહેલા પી.એમ. મોદી બે દિવસની ગુજરાત યાત્રા ઉપર હતા. સોમનાથ મિટિંગ મળી ત્યારે કેશુભાઇ પટેલ પણ હાજર હતા બાદમાં પી.એમ. મોદીએ એવા સંકેત આપ્યા હતા કે યૂપી ચૂંટણીનું પરિણામ પક્ષને જોઇ તેવું આવે તો તે અડવાણીજીને રાષ્ટ્રપતિ તરીકે જોવા માગે છે.

(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS