લંડન : 24 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ

0
28
london hirise building in fire
london hirise building in fire

સેન્ટ્રલ લંડન માં લેંચેસ્ટર વેસ્ટ એસ્ટેટ માં એક બહુમાળી બિલ્ડીંગમાં આજે ભીષણ આગ લાગતા ઘણા લોકોના મોત થયા છે. અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હાલમાં જણાવી મુશ્કેલ છે. આ હાદસામાં દાઝેલા લોકોને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. અગ્નિશામક વિભાગના વડાએ જણાવ્યું હતું કે આ મુશ્કેલીનો સમય છે. આગ માં ઘણા લોકો દાઝીને મોત થયા છે. ફાયર વિભાગ મુજબ 40 ફાયર એન્જિન અને 200 ફાયર મેન આગ બુઝાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ સુત્રો મુજબ બિલ્ડીંગ ને ખાલી કરાવવામાં આવી હતી. આ ઇમારતમાં 120 ફલેટ છે. ફાયર સર્વિસ સ્ટેશન વિભાગે ટવિટ કરી જણાવ્યું હતું કે આગ બીજા માળથી ટોપ ફલોર 24 મા માળ સુધી લાગી હતી.
24 માળની બિલ્ડીંગ ગ્રેનેફલ ટોવર બ્લોક માં આગ લાગ્યા પછી જયારે લોકોને બહાર કાઢવામાં આવતા હતા ત્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. બિલ્ડીંગના રહેવાસીઓને ફટાફટ બહાર કાઢવામાં આવ્યા હતા. કારણ કે આગ ના કારણે બિલ્ડીંગ પડવાનું શરુ થયું હતું. સવારે 3 કલાકે બિલ્ડીંગના એક બ્લોકમાં આગ ની એક ઝવાળા દેખાયા બાદ આગ ચોતરફ ફેલાઇ હતી. જયારે લોકોએ આગ આગળ વધતા જોઇ તયરે મદદ માટે બુમાબુમ કરાતી હતી. બધી તરફ ચીલાવાની આવાજ આવતી હતી. ઘણા લોકોએ બેડશીટ ને દોરડું બનાવી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. તો કોઇ વ્યકિત બિલ્ડીંગમાંથી કૂદયા પણ હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS