પ્રેમ-લાગણી- ચંદ્ર અને શુક્ર

0
454

ચંદ્ર તેમજ શુક્ર એટલે પ્રેમનું ઝરણું ચંદ્રના સ્થાનમાં શુક્રનું સ્થાન પ્રવેશે એટલે પ્રેમ પાંગરે. જયાં ચંદ્ર અને શુક્રનો સંયોગ બને ત્યાં પ્રેમ અને લાગણીઓના ઘોડાપુર દોડે. શુક્ર એટલે પ્રેમનો દરિયો છે. નવમા ભાગ્ય સ્થાનમાં ચંદ્ર અને શુક્ર વ્યકિતને વિદેશયાત્રા કરાવે છે. દસમાં કર્મ સ્થાનમાં ચંદ્ર શુક્રનો યોગ વ્યકિતને સ્ત્રીઓને લગતા ધંધા જવેલરી, કોસ્મેટીક, મનોરંજન, ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ વગેરે ધંધામાં રૂચિ કરાવે છે. અગિયારમે આ યુતિ વ્યકિતને સુંદર સ્ત્રીમીત્રો આપે છે. અને સ્ત્રીઓથી આર્થિક લાભો વધુ થાય છે. ચંદ્ર અને શુક્રનો યોગ ત્રીજા, છઠ્ઠા અને આઠમા અને બારમાં સ્થાનમાં વ્યકિતને વિચિત્ર બનાવે છે. આ યુતિ આઠમા સ્થાનમાં વ્યકિતને મોજ મજા અને દારૂના રવાડે ચડાવે છે. બારમે વ્યય કરાવે છે. અને છઠ્ઠે મોજશોખના ગાંડપણ પાછળ દેવું કરાવે છે. માટે તમામ બાબતોનો આધાર માણસની કૂંડળીના સમય અને કૂંડળી ઉપર આધારીત હોય છે. માટે જ કુંડળી ચોક્કસાઇ પૂર્વક અભ્યાસ કરવો જરૂરી હોય છે. તેમાં સહેજ પણ ભૂલ રહી જાય તો અર્થનો અનર્થ થઇ જાય છે. સાતમા સ્થાનનો યોગ વ્યકિતને પ્રેમાળ અને ભાવૂક જીવનસાથી આપે છે. અને ભાગીદારીમાં સફળતા અપાવે છે. સાતમે આ યોગ સુખી દાંપત્યજીવન આપે છે. ચંદ્ર અને શુક્રની યુતિ જો પહેલા સ્થાનમાં હોય તો વ્યકિત દેખાવળો અને પ્રેમાળ અને મોહક હોય છે. બીજા સ્થાનમાં ચંદ્ર શુક્રનો યોગ વ્યકિતને કૌટુંબિક પ્રેમ અને સુખ આપે છે. ચંદ્ર અને શુક્રનો યોગ વ્યકિતને સુખ સ્થાનમાં સુંદર મકાન આપે છે. મકાનમાં બગીચા અને વિશાળ જગ્યા હોય છે. તદઉપરાંત તમામ સુખ સગવડો આપે છે.
કુંડળીમાં પાંચમા સ્થાનમાં પ્રેમ, અભ્યાસ, શેરબજાર અને સંતાનનું છે. આ સ્થાનમાં વ્યકિતને કયારેક પ્રેમ પ્રણય કરાવે છે. અને અભ્યાસ અધુરો છોડાવે છે. સંતાનોને લાગણીશીલ અને હોંશિયાર બનાવે છે. કુંડળીમાં ચંદ્ર અને શુક્રનો સંયોગ હોય તો તમને પ્રેમમાં સફળતા અપાવે છે. કારણકે ચંદ્ર એટલે મનનો કારક તે અતિ લાગણીશીલ હોય છે.
માણસને પોતાનું અલગ વ્યકિતત્ત્વ સાબિત કરતો હોય તો તે છે શુક્ર અને તેનો આધાર માણસની કુંડળી ઉપર નિર્ધારીત હોય છે. લાગણીની સાથે કોઇ જોડાયેલું હોય તો તે ચંદ્ર અને શુક્ર ગ્રહ ઉપર નિર્ભર છે. ચંદ્રની સૌમ્યતા અને શુક્રની સૌંદર્યતા એક બીજાને આકર્ષે છે. અને તેમાંથી લાગણીઓ વરસે છે.

NO COMMENTS