પ્રેમ ના કોઇ સીમાડા નથી હોતા ..!

0
1109

કહેવાય છે કે, પ્રેમની કોઇ ભાષા નથી હોતી..અને પ્રેમના કોઇ સીમાડા નથી હોતા..હાલમાં આજકાલ સોશિયલ મિડિયાનો ક્રેઝ છે ત્યારે એક અજીવ કિસ્સો બન્યો છે. અને તે પણ જલ્દીથી માની ન શકાય તેવો કિસ્સો..જાણવા મળ્યો છે. અમદાવાદના એક યુવકને અમેરિકા સ્થિતી એક યુવતિ સાથે ફેસબુક ઉપર પરિચય થયો બાદમાં દરરોજ ચેટિંગ કરતા અને લાગણીઓના સંબંધથી બંધાઇ ગયા. અને અંતે તે યુવતિએ અમેરિકાથી ઇન્ડિયા મળવા આવવાનો નિર્ણય કર્યો. પરંતુ જોવાની ખુબી તે છે કે યુવક યુવતી કરતા 18 વર્ષ નાનો છે. અને હાલમાં બન્ને લગ્નગ્રંથી થી પણ જોડાઇ ચૂકયા છે. યુવક હિતેષ અને યુવતી ટેમિલિ હિતેષની ઉંમર હાલમાં 23 વર્ષની છે. અને ટેમિલિની ઉંમર 41 વર્ષની છે. બન્નેએ એ સૌપ્રથમ ચોટિલા ખાતે હિન્દુ લગ્ન વિધિ મુજબ લગ્ન કર્યા. બાદમાં કોર્ટ રજીસ્ટર મેરેજ પણ કરી લીધા છે. યુવક મુળ સુરેન્દ્રનગર ના વતની છે.વધુમાં હિતેષ અને ટેમિલિએ જણાવ્યું હતું કે : અમો લગ્નજીવનથી રાજી છીએ. અને હાલમાં થોડા દિવસ ઇન્ડિયામાં રહી ટેમિલિ અને હિતેષ અમેરિકા જશે અને પછી પરત ઇન્ડિયા આવશે.

(પ્રતિનિધિ દ્વારા )

NO COMMENTS