આ વર્ષે નવરાત્રી માં માતા ઘોડા ઉપર સવાર થઇ ને આવે છે

0
216

આ વર્ષે નવરાત્રી જયોતિષ શાસ્ત્ર માં મોટું મહત્વ છે. કારણ કે માતા નું આગમન અને પ્રસ્થાન આવનાર દિવસોમાં થયેલ ધટનાઓ નો અંદાજ લગાવ્યો છે. આ વર્ષે નવરાત્રીનો આરંભ એટલે આશ્ર્વિન શુક પ્રતિપદા તિથી શનિવારે છે. આ દિવસ કલશ સ્થાપન કરી પૂજાનો સંકલ્ય કરાશે. જયોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. માતા ઘોડા ઉપર સવાર થઇ ને આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સોમવાર તથા રવિવારે પહેલી પૂજા એટલે કળશ સ્થાપના થાય તો માં દુર્ગા હાથી ઉપર આવે છે. શનિવાર તથા મંગળવારે કળશ સ્થાપન થાય તો માતા નું વાહન ઘોડો હોય છે. ગુરુવાર તથા શુક્રવારે દિવસે કળશ સ્થાપન થાય તો માતા ડોલી ઉપર બેસી આવે છે. બુધવારે કળશ સ્થાપન થાય તો માતા નાવ ઉપર સવાર થઇ ને આવે છે. ઘોડા ઉપર સવાર થઇને આવતા માતા તે વાતને જન્મ આપે છે કે આવનાર દિવસોમાં રાજનીતિક ઉથલપાથલ થાશે. ઘોડો યુદ્ધ નું પ્રતીક છે. પાડોશી દેશ સાથે સંબંધ વિચ્છેદ થશે. યુદ્ધની હાલાત પણ બને.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS