માધુરી દિક્ષીત બિમાર : સારવાર અર્થે અમેરિકા

0
152

બોલીવૂડ અભિનેત્રી માઘુરી દિક્ષીત ભારત છોડી અમેરિકા ચાલી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને કોઇ ગંભીર બીમારી નો સામનો કરી રહી છે. એક રીયાલીટી શો ના શૂટિંગ દરમિયાન માધુરી આ બીમારીના કારણે છૂટી લઇ લીધી હતી. માઘુરી ને ખંભા ના બીમારીથી પીડા થાય છે. થોડા દિવસ પહેલા ભયાનક દર્દ ઉપડયું હતું કે તે સહન ન કરી શકી હતી. બાદમાં તુરંત તે ફલાઇટ પકડી ઇમરજન્સીમાં અમેરિકા સારવાર અર્થે જવા રવાના થઇ ગઇ હતી. માઘુરી પોતાનો ઇલાજ અમેરિકામાં જ કરવા ઇચ્છે છે. માધુરી ના લગ્ન અમેરિકી ડોકટર શ્રીરામ નેને સાથે થયા છે. વર્ષ 2011 માં પોતાના સંતાનો સાથે મુંબઇ શિફટ થઇ હતી. હવે આગળની સારવાર તે અમેરિકા ખાતે જ કરશે. તેમ તેમના અંગત વર્તુળો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

 

NO COMMENTS