વિનુભગત થી મહંત સ્વામી તરીકે ની આધ્યાત્મિક સફર

0
140

પ.પૂ. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ ની જગ્યા પર બી.એ.પી.એસ.ની પરંપરા પ્રણાલિ મુજબ તેમના ઉતરાધિકારી તરીકે મહંત સ્વામીની નિમણૂક કરાઇ છે તેવા મહંત સ્વામી 1957 માં યોગીજી મહારાજના હસ્તે દીક્ષા લીધી હતી. પ્રમુખ સ્વામી મહારાજને 2012 ના વર્ષમાં એક પત્ર દ્વારા નિયુકિત કરી પોતાના અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવા જણાવ્યું હતું. તેમની આજ્ઞાથી બી.એ.પી.એસ. સંસ્થાના અધ્યક્ષ અને ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પ્રમુખ સ્વામીના બાકિના કાર્યોને વેગ આપશે. મહંત સ્વામી કેશવ જીવનદાસજી આણંદના વતની છે અને ધંધાકિય રીતે જબલપુર સ્થાયી થયેલા પટેલ મણિભાઇ નારણભાઇ અને ડાહીબાના તે પુત્ર છે. તેઓનો જન્મ જબલપુર માં 13-09-1933 ના રોજ થયો છે. મહંત સ્વામીનું પ્રાથમિક શિક્ષણ જબલપુરમાં રહ્યું હતું. બાદમાં કેમ્બ્રીજની ડિગ્રી ધરાવતા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલ છે.
ઇ.સ. 1951 માં વતન આણંદમાં બ્રહસ્વરુપ શાસ્6ીજી મહારાજના અનુગામી તરીકે અને બીએપીએસ સંસ્થાના બીજા સુત્રધાર બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજનો યોગ થયો. યોગીજી મહારાજને તેઓ સંપૂર્ણ સમર્પિત થયા અને બાદમાં યોગીજી મહારાજને તેમને સાધુદિક્ષા લેવા માટે પ્રેરણા આપી હતી. મહંત સ્વામીમાં આધ્યાત્મિક ની દિવ્ય અનુભૂતિ અને તર્કશીલ બૌદ્ધિક વિચારધારા દ્વારા તેઓ આવનારા દિવસોમાં બી.એ.પી.એસ. સંસ્થા ને આગળ ધપાવશે. મહંત સ્વામીના નાનપણમાં લોકો વિનુ તરીકે પણ બોલવતા હતા તેમનું હુલામણું નામ હતું. 1956 માં આણંદ ખાતે થી એગ્રિ. યુનિ.માંથી સાયન્સ ગ્રેજયુએશન પૂર્ણ કરી યોગીજી મહારાજના ચરણે સમર્પિત થયા હતા. 1957માં યોગીજી મહારાજે તેમને દિક્ષા આપી હતી. સૌપ્રથમ તેમને વિનુભગત તરીકે નામ અપાયું હતું. બાદમાં તેમણે ગોંડલ ખાતે ભાગવતી દિક્ષા લીધી અને સ્વામી કેશવજીવનદાસ બન્યા. પછી તેઓ દાદર મંદિરના મહંત બન્યા અને તેઓ મહંત સ્વામી તરીકે જાણીતા બન્યા. બાદમાં 20 જુલાઇ 2012 ના રોજ પ્રમુખ સ્વામીએ તેમને પોતાના ઉતરાધિકારી બનાવ્યા હતા.
(સુત્રોમાંથી )

NO COMMENTS