યુવાનો ને ભડકાવાનું બંધ કરે પાકિસ્તાન : મહબૂબા

0
68

જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવવામાં પાકિસ્તાનને જવાબદાર ગણાવતા મુખ્યમંત્રી મહબૂબા મુફતી એ કડક શબ્દોમાં ચેતાવણી આપી કે યુવાનોને પાડોશી દેશ ને જરાપણ સહાનુભૂતિ હોય તો યુવાનોને તાત્કાલીક ભડકાવવાનું બંધ કરે. ઘાટી માં છેલ્લા દોઢ મહિનાથી સતત અશાંતિ ઉપર ચર્ચા માટે મુખ્યમંત્રી પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી પાસે કાશ્મીર મામલે માટે બાજપાઇ નીતિ ઉપર કામ કરવા તથા ત્રણ સુત્ર ના એકશન પ્લાન નો ખ્યાલ આપ્યો. કાશ્મીર પ્રશ્ર્નની જટીલતા માટે તેણે પાકિસ્તાન નીતિ અને પૂર્વવર્તી યૂપીએ સરકાર ને દોષી ગણાવ્યા.
એક કલાક ની મુલાકાત પછી મહબૂબા મીડિયા સાથે વાત કરતા ભાવૂક બની ગયા હતા. ઘાટીમાં હિંસા પૂર્ણ કરવા મીડિયા ને પણ અપીલ કરી હતી. અને જણાવ્યું કે કૃપયા મારી મદદ કરો. ઘાટીમાં હિસા બાબતે ચિંતા વ્યકત કરી હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS