મકર સંક્રાંતિ સૂર્યની આરાધનાનું પર્વ

0
64
Makar Sankranti 2017
Makar Sankranti 2017

આપણે 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ. મુખ્યત્ત્વે સૂર્યની આરાધનાનું મુખ્ય પર્વ માનવામં આવે છે. તન અને આત્માને શકિત પ્રદાન કરતું આ મહાન પર્વ છે. મકર સંક્રાંતિ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે જે ભારતભરમાં ઉજવવામાં આવે છે. પોષ મહિનામાં જયારે સૂર્ય મકર રાશીમાં પ્રવેશે ત્યારે આ તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર જાન્યુઆરીના 14 કે 15મા દિવસે જ આવે છે. કેમકે એ દિવસ સુર્ય ધનુ રાશીને છોડીને મકર રાશીમાં પ્રવેશે છે. મ.સં.ના દિવસથી જ સૂર્યની ઉત્તરાણ ગતિ પણ શરૂ થાય છે. તેથી તહેવારને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. તામીલનાડુમાં પોંગલ નામના તહેવારથી ઉજવવામાં આવે છે. અને આંધ્રપ્રદેશમાં તેને સંક્રાંતિ કહેવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર ઉત્તરાયણને દેવતાઓના દિવસ તરીકે પણ કહ્યું છે. તેથી આ દિવસે જપ,તપ,દાન, સ્નાન, શ્રાધ્ધા, તર્પણ વગેરે ધાર્મિક ક્રિયાલાપાઓનું વિશેષ મહત્વ છે. એવી ધારણા છે કે આ તહેવાર પર દીધેલું દાન સો ગણું થઇને ફરી મળે છે. આ દિવસે શુદ્ધ ઘી અને ધાબળાનું દાન મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે.
મકર સંક્રાંતિના તહેવારે ગંગાસ્નાન એવં ગંગાતટ પર દાન કરવાનું અત્યંત મહત્વ અને શુભ માનવામાં આવે છે. આ તહેવાર પ્રયાગ તીર્થ અને સંગત તીર્થોમાં સ્નાન કરવાનો બહુ જ મહિમા છે. અને ગંગાસાગરમાં સ્નાન કે મહાસ્નાન કહેવાય છે.
સામાન્યત : સૂર્ય બધી જ રાશીઓને પ્રભાવિત કરે છે. પરંતુ કર્ક અને મકર રાશીમાં સૂર્યનો પ્રવેશ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયક છે. આ પ્રવેશ કે સંક્રમણ ક્રિયા છ-છ મહિનોનાં અંતરાલ માં થાય છે. ભારત દેશ ઉતરીય ગોળાર્ધમાં સ્થિત છે. મકરસંક્રાંતિ પહેલા સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં હોય છે. અર્થાત ભારતથી અક્ષાંતવૃતના આધારે વધારે દૂર હોય છે. તેના લીધે રાતો વધુ લાંબી હોય છે. અને દિવસો ટૂંકા લાગે છે. તેમજ ઠંડીનું ઋતુ હોય છે. પરંતુ સંક્રાંતિથી સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આવવાનું શરૂ કરે છે. તેથી ત્યાર થી રાત ટૂંકી અને દિવસો લાંબા થવાનું શરૂ થાય છે.

NO COMMENTS