સંવત 2073 મક્રર સંક્રાતિ નું ફળ

0
191
Makar Sankranti 2017
Makar Sankranti 2017

(શાસ્ત્રી હિરેન જોષી- રાજકોટ)

આપણી 12 રાશિઓ મુજબ સુરજ આમતો દર માસે રાશિ બદલે છે. અટેલે તેને સંક્રાંતિ કહેવાય છે. પરંતુ દર વર્ષે 14 મી જાન્યુઆરીએ એટલે કે કોઇ વિ.સં. મુજબની તિથિ એ નહિં. સૂર્ય મકર રાશિમાં ધન રાશિમાંથી સંક્રાંતિ પ્રવેશ કરે છે. (ઇ.સ. 1862માં આ ભૌગોલિક ઘટના તા. 12 મી જાન્યુઆરીએ ઘટી હતી જે શુભદિન મહાન સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયેલો ) એ સમયથી શરૂ થઇને 6 માસનો ગાળો જ્ઞાન-અજવાળા જીવનની ઉધ્વગતિનો કહેવાય છે. એ માસોમાં અવસાન પામેલ દરેક જીવ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. વળી આ દિવસથી સૂર્ય સહેજ ઉત્તર તરફ ઢળે છે તેથી તેને ઉત્તરાયણ પણ કહેવાય છે.આ દિન પૂણ્ય કમાવાનો દાન પૂણ્યનો મહા શુભ પૂનિત દિન છે. આ ઉદ્વગતિ અને સદ્ગતિના સંદર્ભમાં ભગવત ગીતાના પણ અધ્યાય 8 ના 24 મા શ્ર્લોક દ્વારા પણ સંદેશ છે જેમ કે જે કાળમાં મનૂષ્યના મનમાં સ્થૂળ પદાર્થો ભૌતિક ની કામના રહી ન હોય અને તેનાથી ઉધ્વ જવાની વિકાસ ભાવના હોય તેમજ વાદળાં રહીત ઉત્તરાયણના 6 મહિનાના શુકલ શુધ્ધ દિવસો જેવી તથા ધૂમાડા રહીત અગ્નિ જેવી બ્રહ્મભાવ સદગતિ ને પામે છે.
વળી એક બાબત નોંધીએ કે આ 14 મી જાન્યુઆરીએ શરૂ થતા વિકાસ શુકનવંતા 6 માસ પૂરા થઇ સૂરજ જયારે કર્ક રાશિમાં (દર મહિને રાશી બદલતાં) પ્રવેશે છે. એ અજ્ઞાન અંધારાના દિવસો 6 મહિનાના ગાળા માટે શાસ્ત્રમાં સૂચવવામાં આવ્યા છે. એ દિવસથી સૂરજ સહેજ દક્ષિણ તરફ ઢળે છે. આથી દક્ષિણાયન પણ કહેવાય છે.
આ મકર સંક્રાંતિનો પૂનિત દિન દાન-પૂણ્ય, સત્કર્મ કરવાનો છે. આ સંદર્ભમાં એક શ્ર્લોક જોઇએ કે, યજ્ઞમાં,વિવાહ, સંક્રાંતિ (આમાં સૂર્યની સંક્રાંતિ પણ સમાવિષ્ટ થઇ જાય ) ગ્રહણમાં,પુત્ર જન્મમાં નાડ છેદન પહેલાં, વ્યતિપાતમાં જે દાન કરવામાં આવે છે તે દાન અક્ષયદાન અનેકગણૂં થાય છે. આ દાન પૂણ્ય પૃથ્વી ઉપરના સર્વે જીવાત્મા અર્થે છે. આમ જીવનની વ્યાખ્યાગમ્મે તે હોય પરંતુ તેનો પાયો તો દયાભાવ દાન પૂણ્યનો જ છે. આ શિયાળામાં હૂંફાળા દિને શરીરને જઠરમાં અગ્નિ પ્રજજવલિત કરનાર પદાર્થોનું સેવન કરવું હિતાવહ છે. જેમ કે શેરડી, વૈવિધ્યસભર ચિકિ, ચણા, તલ, અગાશીએ કે ખુલ્લા મેદાનમાં મંદ મંદ પવનમાં આ દિનને માણતાં માણતાં જીવનની અનેક વિપદાને એ દિન પુરતી ભૂલી જઇ આનંદ લૂંટવાનો આ દિન પણ છે. વળી પતંગ પણ ચગાવીને ઉધ્વગામી વિકાસની ભાવનાઓ પણ ઉજાગર કરવી. દાનમાં કાળા તલ,સફેદ તલ, અડદ, સાંકળી, ચીકી વળી બ્રાહ્મણોને વસ્ત્રો, જળ ભરેલ માટીનો ઘટ, બહેનને અને ભાણેજડાંઓને ખીચડાનું જમણ કરવું ઉત્તમ ધાર્મિક કાર્ય છે. આ જ આ પર્વની ફળશ્રુતિ છે.
વિક્રમ સંવત 2073 ને કીલંઠ નામ નું સંવત્સર છે. શાલીવાહન શક 1938 દુર્મુખ સંવત્સર ઉત્રાયણ શિશિર ઋતુ પોષ માસે કૃષ્ણપક્ષે દ્વિતીયા બીજ શનિવાર, તા. 14-01-2017 ના દિવસે 07.ક.40 મીનીટટે નિરીયન મકર રાશીમાં સૂર્ય પ્રવેશ કરે છે. આ સમયે તીથી દ્વિતીયા, નકતા આશ્ર્લેષા, યોગ પ્રીતિ ચાલુ છે.
– સંક્રાતિનો પુણ્યકાળ તા. 14-01-2017 શનિવારના 7.40 થી 15.40 સુધી રહેલો છે.
– સંક્રાંતિ નું વાહન વગેરે :
આ વર્ષે સંક્રાંતિનું વાહન ગજ હાથી છે ઉપવાહન ગર્દભ એટલે કે ગધેડો છે. રાતાં વસ્ત્રો ધારણ કર્યા છે. હાથમાં ધનુષ્ય લીધેલ છે. કપાળમાં ગોરોચન નું તિલક ધારણ કરેલ છે. ઉંમરમાં પ્રૌઢા હોવાથી બેઠેલી છે. સુગંધને માટે બાંલીનું ફૂલ લીધેલ છે. તે દુધ પીવે છે. પશુ જાતિ છે. આભૂષણાર્થે ગોમેદ રત્ન ધારણ કરેલ છે. વાર નામ રાક્ષસી અને નક્ષત્ર નામ રાક્ષસી છે. સમુદાય મુહર્ત 15 મહર્ઘ છે. તે દક્ષિણમાંથી આવી ઉતર તરફ ગમન કરે છે. તેનું મુખ પશ્ર્ચિમ માં છે. અને તેની દ્રષ્ટિ ઇશાન ખૂણા તરફ જાય છે.
– સંક્રાતિનું ફળ : સંક્રાતિ માટે સામાન્ય પણે એમ મનાય છે કે જે જે વસ્તુઓ તથા વ્યકિતઓ સાથે સંક્રાંતિ સંબંધ ધરાવે છે તેતે વસ્તુઓ મોઘી બનતી જાય છે અથવા તેની સાથે સંબંધ ધરાવતી વ્યકિતઓને ત્રાસ સહન કરવો પડે છે.
આ પ્રમાણે જોતા હાથી,ઘોડા, અથવા તે વર્ગના પશુઓને ત્રાસ થાય. રાતા રંગલા લાલ રંગના વસ્ત્રો અને વસ્તુઓ મોઘા થાય અથવા તેની ઉપજ ઘટે દુઘ, ગોરાચન, ગોમેદ મોઘા બને. ધનુષ્ય જેવા શસ્ત્રો બનાવનાર લોકોને ત્રાસ થાય.
– સંક્રાતિનું કર્તવ્ય : સંક્રાતિના પુણ્યકાળે તલમીશ્રીત જળ થી સ્નાન કરવું. તલના તેલ વડે હોમ કરવો. તલ નાખેલું પાણી પીવું. તલ ખાવા, તલનું દાન કરવું, આમ સંક્રાતિ ના દિવસે તલનું યથાશકિત દાન કરવું, દાન આપવાથી બધાં જ દુ:ખનો નાશ થાય છે. તર્પણ કરી તલ, જલ, દર્ભ વડે પીતૃદેવને પ્રસન્ન કરવા. ભગવાન ભોલેનાથની વિધિ વિધાન થી પૂજા કરવી. સુર્યનારાયણને દૂધનો અભિષેક કરવો.
– સંક્રાતિનું દાન : સંક્રાતિના દિવસે પુણ્યકાળે નવા વાસણો, ગાયોને ચારો, ધાન્ય, તલ, ગોળ, સુવર્ણ, ભૂમિ, વસ્ત્ર અને ઘોડાનું દાન કરવું હિતાવહ છે.

આપના જીવનને  મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ  માટે :
શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ  મો. 99244 05000

NO COMMENTS