મણિદ્વીપ મંદિર- રાજકોટ (મેટોડા) દ્વારા નવરાત્રિ મહોત્સવ

0
166

રાજકોટ : શ્રી જયાગૌરી પ્રભુદાસ રાણીંગા સ્મૃતિ ટ્રસ્ટ-મેટોડા દ્વારા સંચાલિત
શહેરથી થોડે દૂર મેટોડા ખાતે આવેલા મણિદ્વિપ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જગત જનની મા ભગવતીના સાનિધ્યમાં નાની બાળાઓએ ગરબે રમી માતાજીની આરાધના કરે છે. કુદરતના સાનિધ્યમાં અને સુવ્યવસ્થિત આયોજન મણિદ્વિપ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ગરબે રમવા માટે આસપાસના વિસ્તારની 110 જેટલી બાળાઓએ ઉત્સાહપૂર્વક ગરબી લઇ શકિતની આરાધના કરે છે. સાથો સાથ નવે નવ દિવસ બાળાઓને લ્હાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારના લોકોના સહકારથી અને મા જગદંબાની પ્રેરણા થી બાળાઓ ગરબી રમી ધન્યતા અનુભવે છે. મણિદ્વીપ મંદિર ના ટ્રસ્ટી રૂપાબેન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા ને ગરબી નો લ્હાવો લેવા આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષે ખાસ કરીને સાંદિપની વિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા ગરબા લઇ રહ્યા છે.

NO COMMENTS