મન કી બાત : પી.એમ. મોદી મુખ્ય પાંચ વાત

0
99

વડાપ્રધાન મોદી એ રવિવારે 28 ઓગસ્ટે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત સ્પેશ્યલ પ્રોગ્રામ ના 23 મા ભાગમાં કાર્યક્રમના પ્રારંભે લોકો પાસેથી મંતવ્યો માંગ્યા હતા. આ વખતે મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં
ઓલંપિક : મોદી એ પોતાના ભાષણની શરુઆત રિયો ઓલંપિક થી કરી હતી. મેડલ જીતનાર પીવી સિંધૂ, અને સાક્ષી મલિક ના વખાણ કર્યા હતા. તેની સાથે દીપા કર્માકર, અભિનવ બ્રિદ્રા સહિત અન્ય ખેલાડી ના પણ વખાણ કર્યા હતા. પરંતુ પીએમે જણાવ્યું કે તેમણે એક કમીટી બનાવી છે. જે ખેલાડીઓ વધારે સારી તૈયારી ઉપર નજર રાખશે. પી.એમ. જણાવ્યું કે ખેલ ને સમય બર્બાદ કરવાની ચીજ સમજવી બંધ કરવી પડશે. જેથી સારા પરિણામ આવી શકે.
કાશ્મીર: પીએમ મોદી એ જણાવય્ું કે બધા દળ કાશ્મીર માં થઇ રહેલી હિંસા ની સામે છે અને એકસાથે ઉભા છે. ઘણા લોકો કાશ્મીરમાં નાના બાળકો ને આગળ કરવા ની ઇચ્છા પૂરી કરી રહ્યા છે. અને તેને કયારેક ને કયારેક તે બાળકો ને જવાબ જરુર આપવો પડશે. બધી પાર્ટીએ એકસાથે મળી અલગાવવાદિયો ને સંદેશો આપવો જોઇએ.
ગણેશ ઉત્સવ : સાર્વજનિક ગણેશ ઉત્સવ લોક માન્ય તિલક ની દેન છે. મોદી એ જણાવ્યું કે ગણેશ ઉત્સવ અને દુર્ગા પુજા માં ઉપયોગ થઇ રહેલ સામાન થી પર્યાવરણ ને નુકશાન થઇ રહ્યું છે. મોદીએ જણાવ્યું કે પ્લાસ્ટર ઓફ પેરિસ થી બનેલી મૂર્તિયો ની જગ્યાએ માટી ની મૂર્તિયો બનાવવી જોઇએ. ગણેશજી વિધ્નહર્તા છે. વિધ્ન પેદા કરવાવાળા ગણેશ પેદા ન કરવા જોઇએ.
સ્વચ્છ ભારત : મોદી એ જણાવ્યું કે છતીસગઢ માં સ્કુલ ના બાળકોએ પોતાના માતા પિતા ને ચિઠ્ઠી લખી ટોયલેટ બનાવવાની માંગ કરી હતી. બાદમાં તેમના પેરેન્ટસે તેની વાત માની ટોયલેટ બનાવ્યા. પીએમે મલ્લામા નામની છોકરીનો ઉલ્લેખ કર્યો કે તેણે ભૂખ હડતાલ કરી પોતાના પરિવાર સામે સત્યાગ્રહ કર્યો મલ્લામા ઘરમાં ટોયલેટ બનાવવા માંગતી હતી. પરંતુ ઘર ની આર્થિક સ્થિત ખરાબ હોવાના કારણે ગામ ના પ્રમુખે રકમ આપી ટોયલેટ બનાવી આપ્યું.
શિક્ષક દિવસ : એક શિક્ષક નો દરજજો મા થી ઓછો નથી હોતો શિક્ષકો પોતાના કરતા બીજાની ચિંતા વધુ કરતા હોય છે. બેડમિંટન માં રિયો માં જીતનાર પીવી સિંધૂ ના કોચનો પણ ઉલ્લેખ કર્યો.

(સુત્રોમાંથી )

NO COMMENTS