નોટબંધી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ: પૂર્વ પી. એમ.

0
47

નોટબંધીને લઇને સંસદથી લઇને રસ્તા સુધી રાજકીય લડાઈ ઉગ્ર બની ગયો છે. સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ માંગી રહેલા વિપક્ષ ના સાંસદો વધુ આક્રમક બન્યા છે. સરકાર વિપક્ષના હોબાળાને ડામવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. પરંતુ વિપક્ષ કોઇ પણ રીતે માની રહ્યા નથી. રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ નોટબંધીની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે હું સરકારના નિર્ણય થી પૂર્ણ રીતે અસહમત નથી. પરંતુ નોટબંધીને લાગુ કરવામાં ભીષણ અવ્યવસ્થા સર્જાઇ છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકો સરકારના નિર્ણયથી તકલીફ થઇ રહી છે. એવો કયો દેશ છે જેમાં જનતા પૈસા જમા તો કરાવી શકે પણ પોતાના પૈસા કાઢી ના શકે? તેમણે કહ્યું કે ગરીબો માટે 50 દિવસ પીડાદાયક છે. નોટબંધીને કારણે દેશની જીડીપીમાં 2 ટકાનો ઘટાડો થયો છે. દરરોજ નવા નિયમો બનાવવા યોગ્ય નથી. નોટબંધીને યોગ્ય રીતે લાગુ કરવામાં પી.એમ.ઓ. ને નિષ્ફળતા પ્રાપ્ત થઇ છે. જેના થી ખેતી, નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રોને નુકશાન પહોંચ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS