વૈષ્ણવ દેવી માતાને ફૂલોનો શણગાર : લાખો ભકતો દર્શને ઉમટયા

0
75

નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણવદેવીને ખાસ શણગાર ફુલો દ્વારા કરવામાં આવે છે આ ફુલો વિવિધ દેશમાંથી મંગાવી શણગાર કરાય છે. જેમાં ખાસ કરીને સ્વીડન, અને રશિયા પાસેથી આયાત ફૂલો નવરાત્રિ ઉત્સવ માટે અને સુશોભિત કરવા વાપરવામાં આવે છે. માતાના ચરણ માં ખાસ ફુલો નો શણગાર કરાઇ છે. જે ફૂલો ખાસ હોય છે તે ફૂલો સામાન્ય ફૂલો નથી વિવિધ દેશમાંથી મંગાવી આયાત કરી શણગાર સજવામાં આવે છે. ખાસ કરીને ફુલોમાં ગ્લેડિયસ, કમળ અને એનથેરીયમ આકેર્ડ ઉપરાંત કાર્નટેસ ફુલો મુખ્ય છે. નવરાત્રિ દરમિયાન માતા ના દર્શન કરી લાખો ભકતો ધન્યતા અનુભવે છે.
હાલમાં નવરાત્રિની ભીડને ધ્યાને લઇને દરરોજ ના 30 થી 35 હજાર ભાવિકો ને ઉપર જવાની મંજૂરી આપવામાં આવે છે. નવરાત્રિ ના નવ દિવસ દરમિયાન 3.5 થી 4 લાખ ભકતો માતાના દર્શન કરતા હોય છે.
આ વર્ષે માતાના ભવન પાસે પણ સુરક્ષા ને ધ્યાને લઇ ખાસ અલગ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ વધારાનો સ્ટાફ રાખી સુરક્ષામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે જયારે મિલટ્રી જવાનો દ્વારા ખાસ ચેકિંગ કરી આગળ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS