વૈષ્ણવદેવી યાત્રિકો માટે ખાસ સૂચના : અર્ધકુવારી થી નવો રસ્તો બંધ

0
43
Mata Vaishno Devi
Mata Vaishno Devi

રવિવારે બર્ફવર્ષા ના કારણે મૌસમ ફરી આફત ભર્યું બન્યું છે. ઘાટી અને જમ્મુ વિસ્તાર ના પર્વતીય વિસ્તારોમાં ભારે બર્ફવર્ષા સાથે મેદાની વિસ્તારમાં જોરદાર વરસાદ ના કારણે પારો નીચે આવ્યો છે. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. લભગગ હજારો ની સંખ્યામાં મોટા વાહનો રસ્તા ઉપર ફસાયા છે. બર્ફબારી અને વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં લાઇટ ખોરવાઇ ગઇ છે. હવાઇ અને રેલવે પણ પ્રભાવિત થયા છે. જયારે માતા વૈષ્ણવદેવી ના મંદિર માટે કટરા અને સાંઝી છત માં ચાપર સેવા બંધ કરાઇ છે.
પથ્થરોના પડવા ની આશંકાથી અર્ધકુવારી અને ભવનનો નવો રસ્તો બંધ કરી દેવાયો છે. યાત્રિકો માટે બેટરી કાર સેવા પણ ઠપ્પ કરી દેવાઇ છે. જમ્મુ બસ સ્ટેન્ડ ઉપર ફસાયેલા યાત્રિકો ની દુર્વ્યવસ્થા સામે યાત્રિકોએ પ્રદર્શન કર્યું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS