ચાંદીના અષ્ટકમળ માં થયો કનૈયા નો જન્મ : મથુરા રંગે રંગાયું

0
100

ભગવાન શ્રી કૃષ્ણ નું જન્મ સ્થળ માં ચાદી ના અષ્ટ કમલ ઉપર ક્ધહૈયા નો જન્મ થયો ધર્મ અને શાસ્ત્ર ના જાણકાર અનુસાર, આ વખતે ગ્રહ નક્ષત્રો નો સંયોગ એવો હતો જે હજારો વર્ષો પહેલા હતો. કે જે ભગવાન ક્રિષ્ન ના જન્મ વખતે ગ્રહ નક્ષત્રો હતો. દ્વાપર યુગ ની જેમ આ મૌકા ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ ની અષ્ટમી નો યોગ હતો. ત્યારે 10 મો યોગ આ વખતે હતો. મધ્યરાત્રિ 12 વાગ્યે ભગવાન ના પ્રાગટય થયો. શ્રી કૃષ્ણ ભગવાનની નગરી માં જન્મોત્સવ મનાવા જોડાયેલા શ્રધ્ધાળુઓ ઉત્સાહ અનન્ય હતો.
કાન્હાનો જન્મ 12 કલાકે થતા જ હાથી ઘોડા પાલકી, જય ક્ધહૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો, જય ક્ધહૈયા લાલ કી ના નારા ગૂંજી ઉઠયા હતા. લોકોએ ભગવાનની પાલખી માથા ઉપર રાખી જોરદાર નૃત્ય કર્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને ભવ્ય શણગાર કરાયો હતો. રત્નજડિત માળા પહેરી ચાંદીના કમળ માંથી કાન્હા નું પ્રાગટય થયું હતું. પરિસરમાં જયજયકાર ગૂંજયા હતા. ભકતોએ લાલા ના દર્શન માટે તલપાપડ બન્યા હતા.
અભિષેક અને શ્રૃંગાર બાદ આરતી અને પછી રાત્રિના 3 કલાક સુધી દર્શન ચાલુ રહ્યા હતા. દેશભરના મંદિરોમાં ક્ધહૈયાનો જન્મોત્સવ મનાવ્યો હતો.
(સુત્રોમાંથી)

NO COMMENTS