તબીબી વ્યવસાય ક્ષેત્ર સેવાના બદલે ધંધો !

0
43
medical care market is increasingly
medical care market is increasingly

(પ્રિતી ધોળકિયા-મુંદ્રા-કચ્છ) prit.bhavik@gmail.com

દેશના બંધારણ મુજબ આરોગ્ય સંયુકત યાદીનો વિષય છે અટેલે કેન્દ્રની આરોગ્ય નીતિનો સ્વીકાર અને અમલ રાજય પર આધારીત છે. પરંતુ હાલમાં દેશમાં જે પ્રકારની આરોગ્ય સ્થિતિ પ્રવર્તે છે તે ચિંતાજનક છે. ડોકટરોની અછત છે તો ખાનગી સારવાર અટેલી મોંઘી છે કે તે સામાન્ય માણસને પરવડે તેવી નથી. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા નો એક અહેવાલ ભારતમાં એક લાખની વસ્તીએ 80 ડોકટરો છે. તેમ જણાવે છે ગામડાઓમાં લોકોની સારવાર કરતા કહેવાતા ડોકટરોમાંથી 30 ટાક તો યોગ્ય તબીબી ડિગ્રી વિનાના હોવાનું પણ તેમાં જણાવાયું છે.
હાલમાં ભારત તેના જીડીપીનો માત્ર 1.02 ટકા જ ખર્ચ આરોગ્ય માટે કરે છે. બ્રાઝિલ જીડીપીના 3.8 ટકા, રશિયા 3.7 ટકા અને ચીન 3.1 ટકા ખર્ચ કરે છે. હવે ભારતમાં સરકાર 2022 સુધીમાં જીડીપીના 2.5 ટકા સુધી પહોંચવા જણાવે છે. ખરી તે ઘણું અપૂરતું છે.
સ્વસ્થ નાગરિકની પાયાની શરત સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા છે. આ બાબતમાં ભારત સાવ જ તળિયે છે. ચોથા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનો તાજો અહેવાલ નોંધે છે કે દેશમાં દરે 1000 બાળકો માં 41 જન્મતાજ મૃત્યુ પામે છે. ઉત્તર પ્રદેશમાં તેને દર હજારે 64, છતીશગઢમાં 54. મધ્યપ્રદેશમાં 51 અને બિહારમાં આસામમાં 48 છે. પાંચ વર્ષની ઉંમરના કુપોષિથ બાળકોનું પ્રમાણ દેશમાં 35.9 ટકા છે. પણ દેશનાં ઘણાં રાજયો આ રાષ્ટ્રીય સરેરાશથી વધુ ઊંચો દર ધરાવે છે. બિહારમાં 48.34, યુ.પી. 46.3, ઝારખંડ 42.2, મેઘાલય 43.8 અને મધ્યપ્રદેશ 42 ટકા કુપોષિથ બાળકો ધરાવે છે. 2025 સુધીમાં સરેરાશ આયુષ્ય મર્યાદા વધારીને 70 વર્ષ કરવાનું લક્ષ્ય નવી આરોગ્ય નીતીનું છે. પણ તેના માટે મોટો પડકાર શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે.
2030 સુઘીમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધી બીમારીઓનું સારવાર માટે ભારતમાં 41 લાખ કરોડ રુપિયા ખર્ચાશે તેવો અંદાજ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા નો છે. તેના પરથી આરોગ્યની ઉપેક્ષા સરકાર અને સમાજને કેટલી મોંઘી પડી શકે છે તે જણાય છે. રાજકીય ઇચ્છાશકિત જો જાહેર આરોગ્યના તંત્રને દ્રઢ બનાવવાની નહીં હોય તો દેશના અર્થતંત્રને ખોરવી શકે તેમ છે તે સત્ય નિતિ નિર્ધારકોને સમજી લેવાની જરુર છે. સમયબધ્ધ આયોજન અને પૂરતાં સંશાધનો લગાવીને ડોકટરો અને દવાખાનાની અછત પૂરી કરવાની છે. એક જમાનામાં તબીબી વ્યવસાય એ સેવાનું ક્ષેત્ર હતું. આજે તે ધંધો બની ગયું છે. સેવાવૃતિ અલોપ થઇ ગઇ છે. તબીબી સારવાર એટલી મોંઘી છે કે માંદા પડવું હવે આર્થિક પાયમાલી તરફલઇ જવાની બાબત બની ગઇ છે. હૃદયરોગ સંબંધી બીમારીમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાઇ જાય ત્યારે ડોકટરો જે સ્ટેન્ડ મુકે છે તેના ભાવ હૃદય બંધ પડી જાય તેટલા લેવાય છે તબીબી ક્ષેત્રાં જે ધંધાદારી દલાલોનું ચલણમ છે અને ડોકટરો એજ રસ્તે પ્રવૃતિ કરે છે તેના કારણે જેનેરિક દવાઓનો સરકારનો પ્રયાસ સફળ થતો નથી. હવે ખુદ સરકારે દવાઓની દુકાનોનો પ્રારંભ કરવો પડયો છે. નવી આરોગ્ય નીતિ પંદર વર્ષ પછી આવી છે. તેની ઘણી બાબત આવકારદાયક છે તો કેટલીક ટીકાપાત્ર પણ છે. જો કો ખરો સવાલ તેના અમલનો છે.

NO COMMENTS