સીમા ઉપર તૈનાત સૈનિકો હવે મતદાન કરી શકશે

0
76

હવે સરહદ પરના દેશની રક્ષા કરી રહેલા સૈનિકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આવતા વર્ષે યોજાનાર પંજાબ વિધાનસભા ચૂંટણી માં આ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે. જેમાં સીમા ઉપર તૈનાત ફૌજી ઇલેકટ્રોનીક પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકાર પ્રયોગ કરશે. પંજાબ માં મોટી સંખ્યામાં લોકો ફૌજ માં છે. જયારે સીમા ઉપર ફરજ બજાવતા હોય છે. જે કારણે પોતે ચૂંટણીમાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરી શકતા નથી. કારણ કે દૂરના વિસ્તારોમાં પોસ્ટિંગ બેલેટ સમય ઉપર પહોંચી શકતા નથી. પરંતુ હવે વિધાનસભા ચૂંટણીમાં વોટ નાખી શકશે.
ભારતના ચૂંટણી આયોગે જણાવ્યું કે : સેના ના જવાનો ને ઇલેકટ્રોનિક પોસ્ટલ બેલેટ ની સુવિધા દેવા માટે જણાવ્યું હતું. જેમાં કેન્દ્રિય કાનૂન મંત્રાલય દ્વારા સ્વિકાર કરાયો છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS