મોદીનો વિવાદિત સૂટ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં !

0
91

પી.એમ. મોદી જે સૂટ ઉપર સૌથી વધુ હંગામાઓ અને ચર્ચાઓ થઇ હતી તે સૂટ નું નામ હવે વિશ્ર્વ રેકોર્ડ માં નોંધાણું છે. 26 જાન્યુઆરી 2015 ના દિવસે મોદીએ આ સૂટ પહેર્યો હતો. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ મોંઘો વહેંચાનાર સૂટ તરીકે તેનું નામ નોંધયું છે. મોદી દ્વારા આ સૂટ પહેરતા બહુ હંગામો થયો હતો. આ મોકા ઉપર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત આવ્યા હતા અને ગણતંત્ર દિવસ ના મુખ્ય અતિથિ હતા.
વિપક્ષી દળો મોદી ની આલોચના કરી હતી. જે દેશમાં આટલી ગરીબી છે ત્યાં ના પ્રધાનંત્રી કરોડો ની કિંમતના સૂટ કેવી રીતે પહેરી શકે ? ફેબ્રુઆરી માં ગુજરાતના સુરતના હીરાના વેપારી દ્વારા ચાર કરોડમાં સૂટની હરરાજીમાં ખરીદ કરેલ. જયારે સરકારે સૂટ ની વહેંચાણ બાદ મળેલ રકમ સ્વચ્છ ગંગા અભિયાનમાં ખર્ચ કરવાની વાત કરેલ.

(સુત્રોમાંથી )

NO COMMENTS